અભિનેત્રી સારા અલી ખાને મજેદાર કવિતા સંભળાવી
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેની સાથે જાેડાયેલા ફોટા અને વિડીયો શેર કરે છે. તેણે વિશ્વ પર્યાવરણ દિવસ પર ૫ જૂને પોતાનો થ્રોબેક વીડિયો શેર કર્યો છે. આ વિડીયોમાં સારા અલી ખાન ખૂબ જ રસપ્રદ રીતે પર્યાવરણને લગતી એક કવિતા સંભળાવતા નજરે પડે છે. તેનો આ વિડીયો કાશ્મીરની રજાઓ દરમિયાનનો છે. સારા અલી ખાને શનિવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે.
આ વિડીયોમાં તે કહી રહી છે, ‘નમસ્તે પ્રેક્ષકો, તમે સાંભળી શકો છો કે આ પાણીનો અવાજ છે. તે સનીની જેમ ખૂબ જ સુંદર છે. હવા મધની જેમ મીઠી છે. જાે તમને લાગે કે હું રમુજી છું તો મહેરબાની કરીને શેરને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો. આ સાથે સારા અલી ખાન આ સમય દરમિયાન પોતાનો આસપાસનો વિસ્તાર પણ બતાવી રહી છે. સારા અલી ખાને આ વિડીયો સાથે લખ્યું, હેલો ઓડિયન્સ. વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના. હવા, પાણી, જમીન અને જીવન માટે મા કુદરતનો આભાર.
હું આશા રાખું છું કે આપણે જ્યાં રહીએ છીએ તેના માટે આપણે બધા તેના આદર અને કદર કરી શકીશું. સારા અલી ખાનના આ વિડીયોને તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને તેના પર જાેરદાર કોમેન્ટ કરી રહ્યા છે. વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો સારા અલી ખાન આાનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં જાેવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ પણ છે. આ સિવાય તે આદિત્ય ધરની ફિલ્મ ‘ધ ઈમ્મોર્ટલ અશ્વત્થામા’માં કામ કરતી જાેવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે વિકી કૌશલ છે. સારા અલી ખાન છેલ્લે વરુણ ધવનની વિરુદ્ધ ફિલ્મ કુલી નંબર ૧માં જાેવા મળી હતી.