બ્રિટનના રાજવી પરિવારમાં વિવાદ બાદ પુત્રીના જન્મના વધામણા
લંડન: બ્રિટનના રાજવી પરિવાર અવારનવાર વિવાદમાં ઘેરાયેલો રહે છે. ૩ મહિના અગાઉ થયેલા વિવાદ બાદ જાણે વાદળો હટી ગયા છે અને પુત્રીના જન્મના બધા આપણા બાદ ખુશીનો વરસાદ થયો છે.હૈરી અને મેગનએ માર્ચમાં ઓપ્રા વિન્ફ્રેને આપેલા ઇન્ટરવ્યુંમાં ઘણી એવી વાતોનો ખુલાસો કર્યો હતો. જેથી શાહી પરિવારની ખૂબ ટીકા થઇ હતી. પ્રિન્સ હેરી બીજી વખત પુત્રીના પિતા બન્યા છે.જાેકે બાળકીના જન્મના સમાચાર સાથે તેની કોઇ તસવીર પણ જાહેર કરવામાં આવી નથી. બાળકીનો જન્મ એવા સમયે થયો છે જ્યારે શાહી પરિવાર અને દંપતિની વચ્ચે અંતર વધી ગયું છે.
આ ગુડ ન્યુઝ અંગેપ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયેનાના પૌત્ર પ્રિંસ હૈરી અને પુત્રવધુમેગન માર્કેલએ પોતે પુત્રી લિલિબેટ ડાયનાના જન્મની જાહેરાત કરી છે, જેનો બ્રિટનના શાહી પરિવારમાં એક વર્ષની ઉથલપાથલ બાદ કેલિફોર્નિયામાં જન્મ થયો છે. લિલીનું નામ તેની પરદાદીના નામ પર રાખવામાં આવ્યું છે, જેના પરિવારનું નિક નેમ લિલિબેટ છે. પુત્રીનું નામ, ડાયના તેમની દિવંગત દાદી, ધ પ્રિસિંસ ઓફ વેલ્સને સન્માનિત કરવા માટે પસંદ કરવામાં આવી. આ જાણકારી પ્રિંસ હૈરી, મેગનના એક નિવેદનમાં આપવામાં આવી છે.
ડચેસ ઓફ સસેક્સ મેગન માર્કેલએ શુક્રવારે એક સ્વસ્થ્ય બાળકીને જન્મ આપ્યો. પ્રિંસ હૈરી અને મેગનના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું કે દંપત્તિ પોતાના બીજા સંતાન લિલિબેટ ‘લિલી’ ડાયના માઉંટબેટન-વિંડસરનું સ્વાગત કરી રહ્યા છે. બાળકીનું વજન સાત પાઉન્ડ ૧૧ આઉન્સ છે. બાળકનું પહેલું નામ ‘લિલિબેટ’ મહારાણી એલિઝાબેથને પ્રેમથી બોલાવવામાં આવનાર નામ છે. તો બીજું નામ તેમની દાદી અને હૈરીની માતાના સન્માનમાં છે. આ બાળકી બ્રિટનના સખતના વારસોમાં આઠમા સ્થાન પર છે.