અનાથ થયેલા બાળકો માટે પી.એમ.કેર્સ ફંડમાંથી શું મદદ કરી તેનો હિસાબ આપો :કોર્ટ
નવીદિલ્હી: કોવિદ -૧૯ ને કારણે અનાથ થયેલા બાળકો માટે પી.એમ.કેર્સ ફંડમાંથી શું મદદ કરી તેનો ગયા સપ્તાહમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે હિસાબ માંગ્યો હતો. જેના જવાબમાં કેન્દ્ર સરકારે આ આયોજન માટે સમય આપવા અરજ કરી હતી.
કેન્દ્ર સરકારના એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ નામદાર કોર્ટને જણાવ્યું હતું કે આ બાળકોને કઈ રીતે અને કેટલી મદદ કરવી તે અંગે રાજ્યો તથા લાભાર્થીઓ સાથે ચર્ચા વિચારણા ચાલી રહી હોવાથી થોડો સમય આપવો જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે આવા બાળકોની જવાબદારી જિલ્લા અધિકારીઓને સોંપવામાં આવી છે તથા તે માટે નોડલ ઓફિસરની પણ નિમણુંક કરવામાં આવી છે.આથી જસ્ટીસ એલ નાગેશ્વર રાવ અને અનિરુધ્ધ બોઝની ખંડપીઠે વધુ સમય માટે મંજૂરી આપી હતી. તથા ઉનાળાના વેકેશન બાદ આ મામલાની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.તેમ જણાવ્યું હતું.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.