રાજનીતિક કાર્યકર્તાઓની હત્યાથી કાંઇ હાંસલ થવાનું નથી : મહેબુબા

શ્રીનગર: પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફતીએ ભાર મુકયો છે કે ભાજપ કોર્પોરેટર રાકેશ પંડિતા જેવી રાજનીતિક કાર્યકર્તાઓની હત્યાથી કાંઇ હાંસલ થવાનું નથી અને કહ્યું કે આવી ઘટનાઓ ફકત જમ્મુ કાશ્મીરના લોકોને બદનામ કરે છે.પુલવામા જીલ્લાના ત્રાલ વિસ્તારમાં બધુવારે આતંકીઓએ પંડિતાની ગોળી મારી હત્યા કરી હતી.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લામાં મુફતીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ હતું જે લોકોએ તેમને માર્યા અમે તેમની ટીકા કરીએ છીએ અને આ વસ્તુઓથી કાંઇ હાંસલ કરી શકાશે નહીં હકીકતમાં આ જમ્મુ કાશ્મીરના લોકોને બદનામ કરે છે. તેમણે કહ્યું કે સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશને આવી ઘટનઓનું પરિણામ ભોગવવું પડશે. કોવિડ ૧૯ મહામારીની વચ્ચે સરકાર દ્વારા અમરનાથ યાત્રા કરાવવાની સંભાવનાઓની બાબતે પુછવા પર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે વાર્ષિક તીર્થયાત્રા પર નિર્ણય કેન્દ્ર સરકારને લેવાનો છે.
તેમણે ઉત્તરી કાશ્મીરના બાંદીપોર વિસ્તારમાં ૧૫ વર્ષના એક યુવકની વિરૂધ્ધ ગેરકાનુની ગતિવિધિ (નિરોધક) અધિનિયમ(યુએપીએ) હેઠળ મામલો દાખલ કરવા સંબંધી અહેવાલોને લઇ પોલીસની ટીકા કરી હતી અને કહ્યું કે કેન્દ્ર જમ્મુ કાશ્મીરના લોકોનું સાંભળતી નથી જાે તે સાંભળતી હોત તો ૧૫ વર્ષના યુવકની વિરૂધ્ધ યુએપીએ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો ન હોત કેન્દ્ર જે ઇચ્છે છે તે કરે છે.
તેમણે કહ્યું કે એક તરફ કોવિડ છે અને લોકોને ઘરોની બહાર આવવું મુશ્કેલ છે પરંતુ બીજી તરફ જાે તે યાત્રા ઇચ્છે છે તો તેમને કોણ બતાવશે કે આમ કરવું યોગ્ય નથીકેન્દ્ર સરકારને નિર્ણય લેવાનો છે અને જેનાથી તેમને ખુશી મળનાર છે તેવું જ તેઓ કરે છે.