શાળાએ જતી શિક્ષીકાને આંતરી છરીના ઘા ઝિકી હત્યા કરતો નરાધમ પતિ
જામનગર: આજે જામનગરના મહાપ્રભુજીની બેઠક રોડ પર આજે સવારે શાળાએ જઇ રહેલી શિક્ષીકા પત્નીને આંતરીને છરીના ઘા ઝીંકી દઇ પતિ નાશી છુટયો હતો, દરમ્યાનમાં ગણતરીની મીનીટોમાં પોલીસે આરોપીને દબોચી લીધો હતો, પ્રાથમિક તપાસમાં લાંબા સમયથી ચાલતાં ગૃહ કલેશ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે,
મળતી વિગત મુજબ જામનગરના ગુલાબનગર વૃંદાવન સોસાયટી-૨ અને હાલ હાલાર હાઉસ પાસે રહેતી નિતાબેન પ્રફુલભાઇ ડાભી (ઉ.વ.૪૫) નામની યુવતિ થાવરીયા ગામની સ્કુલમાં ફરજ બજાવે છે, આજે વ્હેલી સવારે સ્કુલે જવા માટે નિકળ્યા હતાં, જામનગરના મહાપ્રભુજીની બેઠક પાસે નિતાબેન પહોંચ્યા હતાં તે વેળાએ પાછળથી આવેલા પતિએ આંતરીને તેણી કહે સમજે એ પૂર્વે છરીના ઘા ઝીંકીને અલોપ થઇ ગયો હતો. શિક્ષીકા લોહી લોહાણ હાલતમાં ત્યાં ઢળી પડયા હતાં, દરમ્યાનમાં આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતાં, સીટી-એ ડીવીઝન પોલીસની ટીમ તાકીદે ઘટના સ્થળે દોડી આવી હતી.
લોહી લોહાણ હાલતમાં ઢળી પડેલી શિક્ષીકાને જી.જી.હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ જાે કે તેણીનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું,પતિના હાથે પત્નીની કરપીણ હત્યાનો બનાવ સામે આવતાં ભારે અરેરાટી સાથે ચકચાર ફેલાઇ જવા પામી છે, ગૃહ કલેશ માત્ર બનાવ પાછળ કારણભૂત છે અન્ય કોઇ કારણ એ બાબતે પોલીસ દ્વારા તપાસ લંબાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર અને દ્વારકામાં છેલ્લા ટુંકાગાળામાં હત્યાના બનાવો એક પછી એક બહાર આવી રહ્યા છે, જાે કે આ બનાવોમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકો-દિવસોમાં આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે