Western Times News

Gujarati News

મેહુલ ચોક્સીનો નવો ખેલ -અપહરણમાં ગર્લફ્રેન્ડને દોષી ગણાવી

એન્ટીગુઆ પોલીસ ફરિયાદમાં હિરાના વેપારીએ પોલીસે તેની સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કર્યો
રોઝોઉ, પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના માસ્ટરમાઇન્ડ મેહુલ ચોક્સીએ ભારત આવવાથી બચવા માટે નવો દાવ ખેલ્યો છે. તેણે એન્ટીગુઓ પોલીસને લખેલી ફરિયાદમાં કહ્યું છે કે, તેને બળજબરથી માર મારીને ડોમિનિકા લઇ જવાયો હતો. ચોક્સીએ એવા પણ આરોપ લગાવ્યા હતા કે તેના અપહરણમાં મહિલા મિત્ર બારબરા જાબેરિકાનો હાથ હતો.

ભાગેડુ મેહુલ ચોક્સીએ એવા દાવો પણ કર્યો છે કે, તેની સાથે મારઝૂડ કરનારા અન્ય કોઇ નહીં, પરંતુ એન્ટીગુઆ પોલીસના લોકો હતક્‌ ચોક્સીએ તેની ફરિયાદમાં કહ્યું છે કે, વિતેલા એક વર્ષથી તે બારબરા સાથે એક મિત્રની જેમ રહી રહ્યો હતો. ૨૩મેના રોજ બારબરાએ તેને ઘરેથી પિકઅપ કરવા કહ્યું, પરંતુ જ્યારે સ્થળે પહોંચ્યો ત્યારે ત્યાં ૮-૧૦ લોકો આવ્યા અને મને ર્નિદયતાથી માર મારવા લાગ્યા.

ચોક્સીએ એમ પણ કહ્યું કે તેઓ પોતાને એન્ટીગુઆ પોલીસ સાથે જાેડાયેલા હોવાનો દાવો કરી રહ્યા હતા. આ સમયે હું ભાનમાં ન હતો, તેમણે મારો ફોન, વોલેટ અને ઘડિયાળ લઇ લીધા. ભાગેડુ મેહુલ ચોક્સીનું કેહવુ છે કે, મારઝૂડ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ બારબરાએ તેની કોઇ પ્રકારની મદદ ન કરી. પરંતુ તેની હરકતો સંકેત આપી રહી કે, તે મારા અપહરણમાં સામેલ છે. બીજી તરફ એન્ટીગુઓ પોલીસે મેહુલ ચોક્સીની ફરિયાદ પર કોઇ પ્રતિક્રિયા આપી નથી.

માનવામાં આવી રહ્યું છે કે, જાે એન્ટીગુઆ પોલીસ આ અંગે તપાસ શરુ કરે તો, મેહુલ ચોક્સીને ભારત વાપસી માટે સમય લાગશે. મેહલ ચોક્સી ગુમ થયા બાદ ડોમિનિકા પોલીસે તેને શોધી લીધો હતો અને હાલમાં તે ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં છે. એન્ટીગુઆના વડાપ્રધાને પહેલા જ કહ્યું હતું કે તેઓ ચોક્સીને તેમના દેશમાં પ્રવેશ નહીં આપે અને તેમણે ઇચ્છા જાહેર કરી હતી કે ચોક્સીને સીધો ભારત મોકલી દેવામાં આવે. જાેકે ડોમિનિકા કોર્ટે તેના પ્રત્યાર્પણ પર રોક લગાવી દીધી છે અને આગામી કાર્યવાહી કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.