Western Times News

Gujarati News

અમદાવાદમાં SP રિંગ રોડ પર પાંચ ફ્લાઇ ઓવર બે ફૂટ ઓવર બ્રિજ બનશે

બે વર્ષમાં રૂ.૬૬૦ કરોડના ખર્ચે ૧૦ જંક્શન પર ૧૦ બ્રિજ બનાવશે

ચિલોડાથી સરખેજ વચ્ચેના ૪૪.૨ કિલોમીટરમાં ૮૬૭ કરોડના ખર્ચે વિસ્તરણકાર્ય ચાલુ

અમદાવાદ, અમદાવાદમાં ભરચક રહેતા એસપી રિંગ રોડ પર ટ્રાફિક હળવો કરવા માટે પાંચ ફ્લાઇ ઓવર, બે ફૂટ ઓવર અને એક પેડેસ્ટ્રિયન બ્રિજ બનશે. એ ઉપરાંત અન્ય જંક્શનો પર પણ ૧૦ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. શહેરી વિકાસ સત્તા મંડળ(ઔડા)આગામી બે વર્ષમાં રૂ.૬૬૦ કરોડના ખર્ચે ૧૦ જંક્શન પર ૧૦ બ્રિજ બનાવશે.

એ ઉપરાંત પાંચ ફ્લાઈ ઓવર, ફૂટ ઓવરબ્રિજ અને થ્રી લેયર અંડરપાસ સહિત પેડેસ્ટ્રિયન બ્રિજ પણ બનાવવાનું કામ આગામી સમયમાં શરૂ થશે. ઔડાનો DPR મંજૂર થયા બાદ આ ૧૦ ફ્લાઇ ઓવર-અંડરપાસ માટે ટેન્ડરો બહાર પાડી દેવાશે. અમદાવાદ શહેરની ફરતે આવેલા એસપી રિગ રોડ પર વધુ ૯ ફ્લાઇ ઓવર અને એક અંડરપાસ બાંધવાનો DPR  AUDAએ એશિયન ડેવલપમેન્ટ બેંક સમક્ષ સબમિટ કરી દીધો છે.

ઔડાએ શહેરના એસપી રિંગ રોડ ઉપર વધુ ૧૦ ફ્લાઇ ઓવર-અંડરપાસ બાંધવાના જંકશનો ફિક્સ કરી દીધા છે એવી માહિતીમાં મૂકી છે. ઔડાનો DPR મંજૂર થયા બાદ આ ૧૦ ફ્લાઇ ઓવર-અંડરપાસ માટે ટેન્ડરો બહાર પાડી દેવાશે. D[Rનું અનુમાન છે કે અગામી ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં ટેન્ડરોની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે અને કામ શરૂ કરી દેવાશે.

તાજેતરમાં એસ.જી. હાઈવે પર બે ઓવરબ્રિજ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ગાંધીનગરથી રાજકોટ સુધીના છ માર્ગીય રસ્તાનું કાર્ય પુરજાેશમાં ચાલી રહ્યું છે. આ બધાથી વધતી ટ્રાફિકની સમસ્યાઓનો અંત આવશે. આ રેલવે ઓવરબ્રિજ સિમેન્ટના સ્લેબને બદલે લોખંડના હેવી ગર્ડરોથી નવી ડિઝાઈનથી બનેલો બ્રિજ છે, જે હજારો ભારેખમ ટ્રકોનો પણ ભાર સહન કરી શકે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ભારતમાં આવી માત્ર બે જ સ્ટીલની મિલો છે,જે એને બનાવે છે.

અમદાવાદ- ગાંધીનગરને જાેડતા નેશનલ હાઈવેના ચિલોડાથી સરખેજ વચ્ચેના ૪૪.૨ કિલોમીટરમાં ૮૬૭ કરોડના ખર્ચે વિસ્તરણકાર્ય ચાલુ છે. દિલ્હી-ગુડગાંવ હાઈવેની તર્જ પર ફાસ્ટ મૂવિંગ અને લોકલ ટ્રાફિક અલગ લેન કોન્સેપ્ટથી SG હાઈવે પર ૨૭ મોટાં, ૫૭ નાનાં જંકશનોએ રોડ ક્રોસિંગનો અંત આવશે. વૈષ્ણોદેવી સર્કલે વધુ એક અંડરપાસનો ઉમેરતાં ક્યાંય વાહન ઊભું રાખવું પડશે નહીં.

આ પ્રોજેક્ટમાં કુલ ૧૧ અન્ડરપાસ-ફ્લાઇ ઓવરબ્રિજ આકાર લેશે. સોલા ભાગવતથી ઝાયડસ જંકશન વચ્ચે ૪.૧૮ કિમીનો એલિવેટેડ હાઈવનું કામ ચાલુ છે. વૈષ્ણોદેવી સર્કલ જંકશન થતાં થ્રી-લેયર સિસ્ટમ થશે.

આવનારા સમયમાં આ સર્કલની આસપાસ વસતિની ગીચતા વધશે ત્યારે સ્થાનિક અને હેવી ટ્રાફિકનું ભારણ વધી શકે છે, આથી રિંગ રોડના ટ્રાફિકને અંડરબ્રિજથી, હાઈવેના ટ્રાફિકને ઓવરબ્રિજથી અને લોકલ ટ્રાફિકને સર્ફેસથી મેનેજ કરવા આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વૈષ્ણોદેવી સર્કલ નજીક ખોરજ-ખોડિયાર રેલવે, અડાલજ નર્મદા કેનાલ પરના હયાત બ્રિજને છ લેનમાં ફેરવાશે. ખોડિયાર ડેપો અને અદાણી શાંતિગ્રામ ક્રોસ રોડ એમ બે સ્થળે લોકલ ટ્રાફિક માટે અંડરપાસ પણ બનશે.

અમદાવાદ શહેરમાં એક પછી એક બ્રિજનું લોકાર્પણ થઈ રહ્યું છે, તાજેતરમાં જ અમદાવાદ શહેરના થલતેજ-શીલજને જાેડતા રાંચરડા ચાર રસ્તા પર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૫૫ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ તૈયાર થયો છે.
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરના થલતેજ- શીલજ- રાંચરડા ચાર રસ્તા ઓવરબ્રિજ બનાવ્યો છે. ૨૪ કલાકમાં ૯૦થી ૧૦૦ ટ્રેન પસાર થાય છે, જ્યારે ટ્રેન નીકળે એટલે ફાટક ૫ મિનિટથી વધારે બંધ રહે, એટલે ૨૪ કલાકમાં ૬ કલાક ફાટક બંધ રહેતો હતો, જેને કારણે ૧૦ લાખ લોકો પ્રભાવિત થતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.