સુરતના ઓલપાડમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી છે. છેલ્લા બે કલાકમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે સુરત સિટીમાં પણ બે કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આગામી દિવસોમાં હજુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વાહન વ્યવહારને અસર પહોંચી 4 ઈંચ વરસાદથી ઓલપાડ તાલુકાની હાલત બગડી ગઈ છે. ઓલપાડ સાયણ રોડ પર પાણી ભરાયા છે. જ્યારે ઓલપાડ હાથીસા રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે. ઓલપાડ, સાયણ સહિતના ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઓલપાડના મુખ્ય બજારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. જેને પગલે વાહનવ્યવહારને અસર પહોંચી છે.