ગાંધીનગર ભારત વિકાસ પરિષદ દ્વારા પોશીના તાલુકાના ગામોમાં રાશન કીટનું વિતરણ કરાયું

(તસ્વીર: હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારત વિકાસ પરિષદ ગાંધીનગર શાખા દ્વારા તારીખ ૭-૬ ૨૦૨૧ ને રવિવારના રોજ પોશીના તાલુકાના અંતરિયાળ ગામો ગોલવાડા. ગણેર, દેમતિકાઢા જેવા ગામોમાં જરૂરિયાતમંદ બહેનો તથા વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભગવાન રામચંદ્રજીના ફોટા પણ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ પહેલાં પણ ભારત વિકાસ પરિષદ ગાંધીનગર શાખા દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓમાં આ પંથકમાં વિતરણ કરવામાં આવ્યું હતું .તથા વહેલી તકે નજીકના સમયમાં જ આ પંથકમાં કેશર કેરીના આંબા,ચીકુ, લીંબુ વગેરે સારી જાતના રોપાઓનુ વિતરણની યોજના છે.
આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના વિભાગ મંત્રી નિકેશભાઈ સંખેશરા, ગાંધિનગર ભારત વિકાસ પરિષદના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, મંત્રી પ્રોફેસર ડૉ. પરેશભાઈ કે. શાહ, ઉપપ્રમુખ દિપકભાઈ પટેલ, ઉપપ્રમુખ ભરતભાઈ સોમાણી તથા પૂર્વ પ્રમુખ મુકેશભાઇ રાવલ, ખેડબ્રહ્મા ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રો.ડૉ. રોહિતભાઈ દેસાઈ તથા મીડિયા ઇન્ચાર્જ હસમુખભાઈ પંચાલ હાજર રહ્યા હતા.
પોશીના ભારત વિકાસ પરિષદના પ્રમુખ કમલભાઈ, મંત્રી રોબિનભાઈ સોની, મહિલા સંયોજીકા સોનલબેન,સંઘના તાલુકા કાર્યવાહ વેલજીભાઈ કસ્નાભાઇ ખેર, મગનભાઈ પ્રજાપતિ, તથા ઇશ્વરભાઇ બૂંબડીયા વિગેરે હાજર રહ્યા હતા.*