ડભોઈ ખાતે ખિદમત કમિટી દ્વારા આયોજિત રક્તદાન શિબિર સફળ
૧૦૦ લોકોએ કર્યું રક્તદાન-ડોકટર પિયુષભાઈ વ્યાસ અને શૈલેષભાઈ શાહની ટીમ દ્વારા કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી
ડભોઈ, આયુષ બ્લડ બેંક વડોદરા અને ખીદમત કમિટીના સંયુક્ત ઉપક્રમે તળાવપૂરા કડિયાજમાત ખાતે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૦ ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું તમારૂં એક રક્તદાન આપશે ત્રણ વ્યક્તિને જીવનદાનના સુત્ર સાથે સમાજ સેવા કરતા ડભોઈ મુસ્લિમ ખિદમત કમિટી અને આયુષ બ્લડ બેંક વડોદરાના સયુક્ત ઉપક્રમે ડભોઈ તલાવપુરા કડિયા જમાત ખાના ખાતે રકતદાન કાર્યક્રમ યોજાયો.
કોરોના મહામારીની ત્રીજી લહેરમાં રક્તની અછતને પહોંચી વળવા તૈયારીના ભાગરૂપે ડભોઈ મુસ્લિમ ખીદમત કમિટીના આયોજકો મહેકુંજ ઘાંચી ઉર્ફે યાદવ, નગરપાલિકા સદસ્ય મંજુર સલાટ, સિદ્દીક ભાઈ ઘાંચી, સિદ્દીકભાઈ વાણીયાવાલા, ઈમરાન લાડમન, સોહીલ સલાટ, હસનભાઈ તારીયા, છેલ્લા ત્રણ વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરતા આવ્યા છે.
ડોકટર પિયુષભાઈ વ્યાસ અને શૈલેષભાઈ શાહની ટીમ દ્વારા કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. રકતદાતાઓનો ઉત્સાહ વધારવા બ્લડ કેમ્પમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા પંચાયત સમિતિના શિક્ષણ સમિતિના ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, નગરપાલીકા કારોબારી સમિતિના ચેરમેન વિશાલભાઈ શાહ, નગરપાલિકા દસ્યો અજયભાઈ રાઠવા, ડો જીમીત ઠાકર, ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કોંગ્રેસ આગેવાનો તેમજ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.