Western Times News

Gujarati News

ચીનને વધારે આંકડા આપવા માટે મજબૂર ન કરી શકાય

કોરોનાની ઉત્પત્તિને જાણવામાં લાગેલ અમેરિકા હવે ડ્રેગનની વિરુદ્ધ કોઈ પણ સ્થિતિમાં નરમ વર્તનના મૂડમાં નથી

નવી દિલ્હી: શું કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનમાં થઈ? તેના હજું સુધી કોઈ પાક્કા પુરાવા સામે નથી આવી શક્યા. જાે કે તમામ વિશેષજ્ઞ ચીન તરફ જ આંગળી ચિંધી રહ્યા છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ કે તે ચીનને મજબૂર ન કરી શકે કે તે વાયરસની ઉત્પત્તિને લઈને હજું વધારે આંકડા ઉપલબ્ધ કરાવે. ડબલ્યુએચઓએ કહ્યુ કે હાલમાં જ એ વાત પર ભાર મુકતું રહેશે કે એ બાબતની તપાસ થવી જાેઈએ કે આખરે વાયરસ ક્યાંથી આવ્યો અને દુનિયામાં કેવી રીતે ફેલાયો. ચીનથી નિકળી આખી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસની ઉત્પત્તિને જાણવામાં લાગેલ અમેરિકા હવે ડ્રેગનની વિરુદ્ધ કોઈ પણ સ્થિતિમાં નરમ વર્તનના મૂડમાં નથી.

અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેને કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર ગણાવતા કહ્યુ છે કે કોરોના વાયરસને ખતમ કરવો છે. તેમજ ભવિષ્યમાં આ પ્રકારની મહામારીથી બચવું પડશે. આના મૂળ સુધી જવું પડશે. તેમણે કહ્યુ કે ચીન અત્યાર સુધી તેના મૂળ સુધી તપાસ કરવા નથી દઈ રહ્યુ. જેવી તપાસ થવી જાેઈએ તે નથી થઈ રહી. તેમણે કહ્યું કે વાયરસને લઈને ચીન તેવી પારદર્શિતા નથી વર્તી રહ્યુ અને ન તો તે પ્રકારની જાણકારી આપી રહ્યુ જેવી આની તપાસમાં જરુરી છે. બ્લિંકેને કહ્યું કે બેજિંગ આંતરરાષ્ટ્રીય તપાસકર્તાઓને પ્રવેશ આપે અને તેમને જરુરી જાણકારી પુરી પાડે.

જેથી આ મહામારીને દુનિયામાંથી ખતમ કરી શકાય. લેબ દુર્ઘટના પહેલા પણ માનવ સંક્રમણનું કારણ બની ચૂકી છે. ૧૯૭૭માં ફેલાયો હતો એચ૧ એન ૧ ફ્લૂ મહામારીનું મોટું ઉદાહરણ છે. જેમાં ૭ લાખથી વધારે લોકો માર્યા ગયા હતા. આ જ કારણ છે કે તે વાયરસના લેબમાંથી નિકળવાથી થિયરીનો સંપૂર્ણ ઈનકાર ન કરી શકાય.

જાે કે આનુવંશિક હેરફેર સંભવિત લેબ લીકનું એક માત્ર કારણ નથી. આની પાછળ કેટલાક બીજા તર્ક છે. વાયરસના પશુજનિક હોવાને લઈને વર્ષ ભરથી વધારે સમય સુધી ઉંડાણપૂર્વકના શોધ સફળ નથી રહ્યા. એટલા માટે લગભગ ૩૦ પ્રજાતિયોના ૮૦ હજાર જાનવરોના નમૂનામાંથી તમામના પરિણામ નેગેટિવ આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.