જાેર જાેરથી હિંચકા ખાતી ભૂતિયા ઢીંગલીએ ઊંઘ ઉડાવી
સ્થાનિક લોકોનું કહેવું છે કે જે પણ વ્યક્તિ તે ઢીંગલીની નજીક જાય છે તેના ખરાબ દિવસોની શરૂઆત થઈ જાય છે
ક્વિન્સલેન્ડ: ઓસ્ટ્રેલિયામાં એક ઢીંગલીએ આખા શહેરની ઊંઘ ઉડાવી દીધી છે. આ ઢીંગલી એક ઝાડ પર હિંચકા ખાતી જાેવા મળે છે અને પવનની લહેર સાથે ઝૂલતી રહે છે. સ્થાનિક લોકો આ ઢીંગલીને ભૂતિયા ઢીંગલી માને છે અને તેમનું કહેવું છે કે જે પણ વ્યક્તિ તે ઢીંગલીની નજીક જાય છે તેના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે. આ મામલો નોર્થ ક્વિન્સલેન્ડનો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઢીંગલી બદનસીબ લઈને આવી છે. તેની આસપાસ કોઈ પસાર થાય તો તેની અસર તે વ્યક્તિ ઉપર પણ પડે છે.
લોકો આ ઢીંગલી વિશે વાત કરવા જ નથી માંગતા. લોકોનું કહેવું છે કે જે તેની નજીક જાય તેમના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે. ડેઈલીમેઈલના રિપોર્ટ મુજબ અહીંના લોકોનું કહેવું છે કે અત્યાર સુધીમાં આ ઢીંગલીને જાેયા બાદ અનેક લોકોનો અકસ્માત પણ થયો છે. હિનચિનબ્રુકના સાંસદ નિક ડેમેટ્ટોનું કહેવું છે કે એવું લાગે છે કે અહીં રહેનારી દરેક વ્યક્તિ આ ઢીંગલી વિશે જાણે છે, પરંતુ કોઈ પણ તેના વિશે વાત કરવા માંગતુ નથી.
રિપોર્ટ મુજબ જ્યારે લોકો સાથે આ વાતચીત કરીને આ ઢીંગલી વિશે જાણકારી મેળવવાની કોશિશ કરાઈ તો કોઈ તેના પર વાત કરી નહીં. આ ઢીંગલી ક્યાંથી આવી અને ક્યારે એક પેડની ડાળ પર બનાવેલા હિંચકા પર ઝૂલવા લાગી તે કોઈ કહેતું નથી. શહેરમાં રહેતા એક વેપારીએ કહ્યું કે આ ઢીંગલીને એક પ્રેમી જાેડાએ બનાવી હતી જે શહેરમાં કઈંક રંગ ફેલાવવા માંગતા હતા. પરંતુ આ જાેડા અંગે કોઈને કશું ખબર નથી. કહેવાય છે કે આ પ્રેમી જાેડું હવે તો ગાયબ થઈ ગયું છે અને આ ઢીંગલી તેમની સાથે જાેડાયેલી હોઈ શકે છે. જાે કે સ્થાનિક પ્રશાસન તેની સચ્ચાઈ જાણવામાં લાગી છે. પરંતુ પ્રશાસન સામે સમસ્યા એ આવી છે કે કોઈ પણ અધિકારી તેની નજીક જવા ઈચ્છતો નથી. આવામાં ઢીંગલી વિશે તપાસ કેવી રીતે થશે તે એક મોટો સવાલ છે.