Western Times News

Gujarati News

ICCના મહિલા ટેલેન્ટ કાર્યક્રમમાં એકમાત્ર ગુજરાતી મહિલાની પસંદગી

અમદાવાદ: આઇસીસી દર વર્ષે ક્રિકેટ સાથે સંબધિત ઘણા બધા પ્રોગામનું આયોજન કરતા હોય છે. જેમ કે ટીવી ન્યુઝ ચેનલમાં એડિટર રહી ચૂકેલી એવી ભારતની બીજી અને ગુજરાતની પહેલી મહિલા હરિની રાણાની આઇસીસીના મહિલા ટેલેન્ટ કાર્યક્રમમાં પસંદગી કરાઈ.
આઇસીસીના આ ટેલેન્ટ કાર્યક્રમને  નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આઇસીસીએ ૪૫ દેશમાંથી કુલ ૪૦ મહિલાઓની પસંદગી છે કરી. મહત્વનું એ છે કે ૪૦ મહિલાઓમાં એક માત્ર મૂળ ગુજરાતી મહિલા પત્રકાર હરિની રાણાની પસંદગી થઈ છે. સ્કૂલના સમયે હરિની રાણાને ક્રિકેટ પ્રત્યે ઘણો પ્રેમ અને ક્રેઝ હતો. જેને જાેંતા રામકથાકાર મોરારિ બાપુએ બ્રિટનમાં યોજાયેલા ૧૯૯૯ના ક્રિકેટ વર્લ્‌ડ કપને જાેવા માટે મોકલી હતી. તે સમયે હરિનીને રમતોમાં ખાસ કરીને ક્રિકેટને કવર કરવાની પ્રબળ ઈચ્છા બની હતી.

હરિની રાણા હાલમાં મહારાષ્ટ્રના મુંબઈમાં રહે છે. એક સમયે હરિની રાણાને પ્રોફેશનલ પાઈલેટ બનવાની ઈચ્છા હતી હરિની રાણાએ માસ કોમ્યુનિકેશનની ડિગ્રી લીધી પછી છેલ્લા ૧૩ વર્ષથી તેને સ્પોટ્‌સ પત્રકાર તરીકે અને મેનેજમેન્ટના સ્તર પર કામ કરે છે. સ્પોટ્‌સ પત્રકાર તરીકે હરિની રાણાએ ક્રિકેટ કપ, ટેનિસમાં ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલડન ઓપન તો લંડન અને રિયો ઓલિમ્પિક જેવી મોટી ઈવેન્ટને પણ કવર કરી ચૂકી છે. હરિના રાણા મહિલા અને સ્પોટ્‌સ માટે યુ. એસ. કોન્સ્યુલેન્ટ જનરલ મુંબઈની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે. સ્પોટ્‌સમાં વધુને વધુ મહિલાઓ આગળ આવે તેના માટે હરિની કામ કરતી રહી છે.

આ પ્રોગ્રામથી મહિલાઓમાં રહેલી ટેલેન્ટને બહાર લાવશે અને ક્રિકેટ તથા અન્ય રમતોમાં મહત્વની જવાબદારી ભજવી શકે છે. તે માટેઆ મહિલાઓ માટે ખાસ પ્લેટફોર્મ તૈયાર કરશે. અને તેમને અલગ-અલગ ફિલ્ડમાં ટ્રેન કરશે. આ કાર્યક્રમ ૬ મહિના સુધી ચાલશે. જેની શરૂઆત નવેમ્બર ૨૦૨૧માં થશે. વર્ષ ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી જૂલિયા ગિલાર્ડએ હરિની રાણાનું કર્યુ હતુ સન્માન. તો માર્ચ ૨૦૨૦માં ઓસ્ટ્રલિયાની સરકારે મહિલા અને સ્પોટ્‌સ માટે ગ્લોબલ બિઝનસ સમીટનું પણ આયોજન કર્યું હતું,


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.