Western Times News

Gujarati News

ચારૂસેટ હોસ્પિટલમાં ૬ માસમાં ૪૦૦ થી વધુ ગંભીર નવજાત શિશુઓની તદ્દન નિ:શુલ્ક સારવાર કરાઈ

કોવિડ -19 મહામારી દરમિયાન પણ ચાંગાસ્થિત NABH પ્રમાણિત વિખ્યાત મલ્ટી સ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલમાં બાળ રોગ વિભાગના NICU ( નીયો નેટલ ઇન્ટેન્સીવ કેર યુનિટ ) માં છેલ્લા ૬ માસમાં ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે . ૪૦૦ થી પણ વધારે ગંભીર નવજાત શિશુઓની સારવાર તદ્દન નિઃશુલ્ક કરવામાં આવી હતી જેમાં ખૂબ જ ઓછા વજનવાળા બાળકો કે જેમનું વજન ૧ કિલો કરતાં પણ ઓછું હતું

તેવા ગરીબ પરિવારમાં જન્મેલા બાળકોને સરકારની બાલ સખા -૩ યોજના હેઠળ મફત સારવાર આપવામાં આવી રહી છે . આણંદ અને ખેડા જિલ્લાના વિભિન્ન સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જન્મ થયેલા અને રીફર થયેલા ગંભીર બાળકો જેમ કે RDS , મેકોનીઅમ અસ્પીરેશન સિન્ડ્રોમ , સેપસીસ , કમળો , જન્મ સમયે શ્વાસ ન લેવાથી ખેંચ આવતી હોય તેવા બાળકો , મગજના ચેપ મેનીન્જાયટીસના રોગથી પીડાતા બાળકોની સારવાર ચારુસેટ હોસ્પિટલમાં અનુભવી નિષ્ણાત પીડિયાટ્રીશિયન ડો . હાર્દિક ગુપ્તા અને નર્સિંગ સ્ટાફ દ્વારા 24X 7 આપવામાં આવે છે .

ચારુસેટ હોસ્પિટલમાં દાખલ થયેલા નવજાત શિશુઓ સાથે તેમની માતાઓને પણ રાખી કાંગારૂ પદ્ધતિ દ્વારા વજન વધારવામાં આવે છે . દાખલ થયેલા બાળકોની માતાઓ માટે પણ જમવા સાથે રહેવા માટે ઉત્તમ વ્યવસ્થા હોય છે . સરકારની યોજનાનો લાભ દરેકને મળી રહે તે માટે ચારુસેટ હોસ્પિટલ સતત કાર્યરત છે . ઉલ્લેખનીય છે કે ચારુસેટ હોસ્પિટલના દર્દીઓને ઉચ્ચતમ સારવાર પ્રાપ્ત થાય તે હેતુથી ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ( CHRF ) દ્વારા ઉમદા સેવા આપવાનો માનવતાવાદી અભિગમ અપનાવામાં આવ્યો છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.