મુંબઈમાં ૩ કલાક સુધી ભારે વરસાદ, જર્જરિત ઈમારતો ખાલી કરાવવાનો આદેશ
નવીદિલ્હી: એક દિવસ પહેલાં નોર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં પહોંચ્યા પછી મોન્સૂન હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ૩૦ ટકા વિસ્તારમાં એની અસર બતાવી રહ્યો છે. અહીં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. મુંબઈમાં સોમવારે સવારે ૩ કલાક જાેરદાર વરસાદ થયો. એ પછી જર્જરિત ઈમારતોને ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક તરફ કેરળ, લક્ષદ્રીપ, સમગ્ર દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વી રાજ્યોમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ પંજાબ અને હરિયાણામાં સખત ગરમી પડી રહી છે.
મોસમ વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશમાં ૨૦ જૂન પછી મોન્સૂન પહોંચવાનું અનુમાન છે. આ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, સિક્કિમ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં મંગળવારે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે.પશ્ચિમ બંગાળમાં સોમવારે વરસાદે ભારે આફત સર્જી હતી. રાજ્યના ૩ જિલ્લામાં વીજળી પડવાથી ૨૬ લોકોનાં મૃત્યુ થયાં. મૃત્યુ પામનારાઓમાંથી ૧૧ હુગલી, ૯ મુર્શિદાબાદ, ૨ બાંકુરા અને ૨ પૂર્વી મિદનાપુરના છે. મુર્શિદાબાદમાં વીજળી પડવાથી ૩ લોકો ઘાયલ થયા, જેમની સારવાર જંગીપુર હોસ્પિટલમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃત્યુ પામનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, મારી સંવેદનાઓ લોકોની સાથે છે, જેમણે વીજળી પડવાની ઘટનાઓમાં પોતાનાં સ્વજનોને ગુમાવ્યાં છે. આ દુર્ઘટનાઓમાં ઘાયલ થનારાઓ ઝડપથી સાજા થઈ જાય એવી કામના. ઁસ્એ પીડિત પરિવારો માટે વળતરની જાહેરાત કરી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારા પરિવારોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી ૨ લાખ અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
ગૃહમંત્રી અમિત શાહે પણ વીજળી પડવાથી બંગાળમાં થયેલાં મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ઘણા વિસ્તારોમાં વીજળી પડવાથી ઘણા લોકોનાં મૃત્યુ થયાં એ ખૂબ જ દુઃખદ વાત છે. દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. ઘાયલો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના.
રાજ્યમાં હાલ પ્રી-મોન્સૂન ચાલુ છે. સોમવારે ભોપાલ, ઈન્દોર, છિંદવાડા, શાજાપુર, મંદસૌર અને સાગર સહિત રાજ્યોના ઘણા જિલ્લાઓમાં વરસાદ થયો. ભોપાલમાં સોમવારે રાતે ૭.૩૦ વાગ્યે વરસાદ શરૂ થયો અને અડધો કલાકમાં જ ૧૪.૫ મિમી વરસાદ થયો. જ્યારે ઈન્દોરના ગાંધીનગર, એરપોર્ટ રોડ, કલાનીનગર અને રાજેન્દ્રનગર સહિત ઘણા વિસ્તારોમાં મોડી રાત સુધી ૩ ઈંચ વરસાદ નોંધાયો.
મોન્સૂન પહેલાં સૌથી વધુ તપનાર મે અને જૂનમાં પણ ભોપલ આ વર્ષે ગરમીથી તપયું નથી. અહીં ૭ મેથી ૭ જૂન(૩૧ દિવસ) સુધી તાપમાન સામાન્યથી ઓછું રહ્યું હતું. મોટા ભાગના દિવસો દરમિયાન વાદળો રહ્યાં હતાં, ક્યારેક ધીમો વરસાદ પણ થયો. આ પહેલાં ૬ મેના દિવસે તાપમાન ૪૨.૮ ડીગ્રી નોંધાયું હતું, જે સામાન્યથી ૨ ડીગ્રી વધુ હતું. શહેરમાં સોમવારે સાંજે ૫૦ કિલોમીટર પ્રતિકલાકની ગતિથી પવન ફૂંકાયો હતો. શાહજહાં પાર્કની પાસે વીજળીલાઈન પર મોબાઈલ ટાવર પડી ગયો.
ઝારખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ધનબાદમાં મંગળવારે સવારે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અહીં ૨-૩ એમએમ વરસાદ થઈ શકે છે. જિલ્લામાં જૂન મહિનાના મોસમના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો અહીં સરેરાશ તાપમાન ૩૫.૮ અને ન્યૂનતમ ૨૫.૧ ડીગ્રી સેલ્સિયસ રહ્યું છે.રાજ્યમાં સોમવારે જાેરદાર તાપ રહ્યો હતો, જેને કારણે ગરમીએ જાેર પકડી લીધું છે. મોસમ વિભાગે ૩ દિવસ આવું જ વાતાવરણ રહેવાની વાત કહી છે. ૮થી ૧૦ જૂન સુધી ઘણા જિલ્લાઓમાં ૨૫થી ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાવાની શક્યતા છે
જ્યારે ૧૧થી ૧૩ જૂન સુધી ધીમા વરસાદની શક્યતા છે. આ દરમિયાન ઝડપી પવન ફૂંકાશે. સમગ્ર દિવસ દરમિયાન આંશિક વાદળો છવાયેલા રહેવાથી ગરમીથી રાહત મળશે. રાજ્યમાં હવે ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. સોમવારે સિરસામાં તાપમાન ૪૨.૯ ડીગ્રી સેલ્સિયસ પહોંચી ગયું, જ્યારે હિસારમાં ૪૨.૫, નારનૌલમાં ૪૧.૮ ડીગ્રી રહ્યું. મોસમ વિજ્ઞાનિકોનું કહેવું છે કે ૮થી ૧૧ જૂન સુધી રાજ્યમાં તાપમાન ઝડપથી વધી શકે છે. અધિકતમ તાપમાન બેથી ચાર ડીગ્રી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂનના પ્રથમ સપ્તાહમાં ૧૬.૫ મિલીમીટર વરસાદ થયો છે, એ સામાન્યથી ૨૭૪ ટકા વધુ છે.