Western Times News

Gujarati News

ભાજપ શાસનમાં ઓક્સિજન અને માનવતા બન્નેની છે ભારે અછતઃ રાહુલ ગાંધી

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશનાં આગ્રામાં પારસ હોસ્પિટલની અંદર મોકડ્રીલ દરમ્યાન ઓક્સિજનનો સપ્લાય કાપવાના કારણે ૨૨ દર્દીઓનાં મોતનાં સમાચાર મળતા ચકચાર મચી ગઈ છે. જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં હોસ્પિટલનાં ઓપરેટર ડો.અરિંજય જૈન, કબૂલાત કરતા જાેવા મળે છે કે મોકડ્રીલ દરમિયાન ૫ મિનિટ ઓક્સિજનનો સપ્લાય બંધ રહ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ યુપી સરકારે તપાસનાં આદેશ આપ્યા છે. આ સાથે જ કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ આ ઘટના અંગે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.

મંગળવારે આગ્રા ઘટનાને લગતા સમાચારોનો સ્ક્રીનશોટ શેર કરતાં રાહુલ ગાંધીએ પોતાના ટિ્‌વટમાં લખ્યું કે, ‘ભાજપ શાસનમાં ઓક્સિજન અને માનવતા બંનેની ભારે અછત છે. આ ખતરનાક ગુના માટે જવાબદાર તમામ સામે તાકીદે પગલા લેવા જાેઈએ. દુઃખની આ ઘડીમાં મૃતકોનાં પરિવારજનો પ્રત્યેની મારી સંવેદના. આપને જણાવી દઈએ કે યુપી સરકારે પણ આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. યુપીનાં મંત્રી જય પ્રતાપસિંહે આ મામલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે તેમને આગ્રાની પારસ હોસ્પિટલમાં ઓક્સિજનને લગતી સમસ્યા હોવાની ફરિયાદ મળી છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશનાં આગ્રામાં એક હોસ્પિટલનાં ઓપરેટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઓપરેટર કહી રહ્યો છે કે તેણે પાંચ મિનિટ સુધી ઓક્સિજન બંધ કરીને તેની હોસ્પિટલમાં મોકડ્રીલ કર્યું હતુ. અહેવાલ મુજબ, ૨૨ કોવિડ દર્દીઓ આ કારણથી મૃત્યુ પામ્યા છે. આ વીડિયો ૨૬ એપ્રિલનો હોવાનુ સામે આવી રહ્યુ છે. આ આધારે હવે રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ ભાજપ સરકારને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ સાથે જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ ઘટના પર ટ્‌વીટ કરીને પીએમ મોદી અને યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ગાંધીએ પોતાના ટિ્‌વટમાં લખ્યું છે કે, ‘પીએમઃ’ મેં ઓક્સિજનનો અભાવ થવા દીધો નથી.’ મુખ્યમંત્રીઃ ‘ઓક્સિજનની કમી નથી, અછતની અફવા ફેલાવનારાઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.’ મંત્રીઃ ‘દર્દીઓને જરૂર મુજબ ઓક્સિજન આપો, વધારે ઓક્સિજન ન આપો.’ આગ્રા હોસ્પિટલઃ ‘ઓક્સિજન ખતમ થઇ ગયુ હતુ, ૨૨ દર્દીઓનાં ઓક્સિજન બંધ કરીને મોકડ્રીલ કર્યું.’ જવાબદાર કોણ? ‘


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.