મોડાસા : બાડેસર તળાવમાં બે બાળકો ડૂબ્યા હોવાની આશંકા, તળાવ નજીક ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનું ભારે આક્રંદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/12-1024x754.jpg)
અરવલ્લી જીલ્લામાં અકસ્માતે મોત નિપજાવાની ઘટનાઓ સતત બની રહી છે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા શ્રમિક લોકો તળાવમાં નાહવા પડતા ડૂબી જતા અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે મોડાસા શહેરને અડીને આવેલા બાડેસર તળાવમાં નજીકની ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમીક પરિવારના બે બાળકો તળાવમાં ડૂબી જતા ભારે ચકચાર મચી છે બે બાળકો બાડેસર તળાવમાં ડૂબી જતા ફાયરબ્રિગેડ, ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ,મામલતદાર, સ્થાનિક તરવૈયા ઘટનાસ્થકે પહોંચી બંને બાળકોની શોધખોળ હાથધરી છે શ્રમિક પરિવારે બાળકોના કપડાં અને ચપ્પલ તળાવ કિનારે મળી આવતા ભારે આક્રંદ કરી મૂક્યું હતું બાડેસર તળાવ નજીક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી
મોડાસા શહેરના મેઘરજ બાયપાસ રોડ નજીક આવેલા બાડેસર તળાવમાં નજીક ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારના બે બાળકો ગરકાવ થઇ જતા ભારે ચકચાર મચી છે બાડેસર તળાવ નજીક રહેતો શ્રમિક પરિવાર શહેરમાં દવાખાને દવા લેવા જતા ઘરમાં રહેલા ૫ અને ૭ વર્ષના બંને બાળકો બાડેસર તળાવમાં નાહવા પડ્યા હતા શ્રમિક પરીવાર દવાખાને થી ઘરે પરત આવતા બને બાળકો ઘરે જોવા ન મળતા
આજુબાજુ તપાસ આદરી હતી બાડેસર તળાવની કિનારીએ બંને બાળકોના કપડાં અને ચંપલ મળી આવતા શ્રમિક પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુંક્યુંહ હતું અને બંને બાળકો પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકાએ ફાયર બ્રીગેડ અને સ્થાનીક તંત્રને જાણ કરતા તાબડતોડ ફાયરબ્રિગેડ ટીમ, સ્થાનીક તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચી તળાવમાં બંને બાળકોની ભારે શોધખોળ હાથધરી હતી શ્રમિક પરિવારના બે બાળકો તળાવમાં ડૂબી ગયા હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી બંને લાપત્તા બાળકોનો કોઈ અતોપત્તો મળ્યો નથી બને બાળકોની શોધખોળ માટે હિંમતનગર અને ગાંધીનગર ફાયર બ્રીગેડ અને તરવૈયાની ટીમ પાસે તંત્રએ મદદ માંગી હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી