ચરોતર ગેસ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/0806-anand.jpg)
(પ્રતિનિધિ) આણંદ, ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ, વિઠ્ઠલ ઉદ્યોગનગર દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમીતે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આસ્થા પરિવાર દ્વારા ર૦મી ડિસેમ્બરે પૂજય મંગળાબાના જન્મ દિન નિમીત્તે ચરોતર ગેસના સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું
તે નિમિત્તે આસ્થા પરિવારના સૌ સભ્યો દ્વારા રકતદાતાઓને પ્રશંસનીય પત્ર તથા તે તસ્વીર એનાયત કરવામાં આવી હતી તેમજ ચરોતર ગેસના સૌ કર્મચારીઓને તુલસીના છોડ કુંડા સાથે વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ તુલસીના છોડનું મહત્વ અને તેના આયુર્વેદિક ઉપચારો સમજાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી કિરણભાઈ પટેલ, ચેરમેન, ચરોતર ગેસ દ્વારા સ્વાગત પ્રવચન કર્યુ હતું. શ્રી શૈલુભાઈ પટેલ, સેક્રેટરી રેડક્રોસ સોસાયટી, આણંદ દ્વારા રક્તદાનનું મહત્વ વિશે જાણકારી આપી હતી. શ્રી પ્રદિપભાઈ પટેલ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો હતો.
શ્રી એચ.એમ. પટેલ, એમ.ડી. દ્વારા પર્યાવરણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ શ્રીમતિ રચિતાબેન પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે આર્કિટેક શ્રી યશભાઈ પટેલ, શ્રી નિલ પટેલ, શ્રી લવ પટેલ, શ્રી કુશ પટેલ તથા શ્રી બી.એમ. પટેલ ઉપસ્થિત રહયા હતા.*