કોરોનામાં ટ્રાન્સપોર્ટના કામકાજ પ૦ ટકા થઈ જતાં ઘણાએ ટ્રકો વેચી દીધી
સુરતમાં ટ્રાન્સપોર્ટર્સે મોટો ધંધો ગુમાવ્યો, હાલમાં રોજ માંડ ૩પ-૪૦ ટ્રકો રવાના થાય છેઃજાે કે ભાડામાં માંડ પાંચ ટકા ઘટાડો
સુરત, કોરોના મહામારીના સેકન્ડ વેવમાં ઘણા ધંધા-રોજગાર વેપારને મોટી અસર થવા પામીછ ે. ટેક્ષ્ટાઈલ ગુડઝ ટ્રાન્સપોર્ટરના વ્યવસાયીઓને પણ મોટો ફટકો આ સયમગાળામાં પડ્યો છે. મોટાભાગના ટ્રાન્સપોર્ટનો ધંધો અડધો થઈ ગયો છે. વધારાના ગોડાઉનો કામકાજ માટે ભાડાના હતા તે પણ અડધા કરી દીધા છે. તો ઘણાએ ટ્રકો પણ વેચી દીધી છે.
ઉમરવાડા ભાટેના અને આસપાસના વિસ્તારોમાંથી બહુધા ટ્રાન્સપોર્ટર્સ સારોલી વિસ્તારમાં શિફટ કરી ગયા છે. સારોલી વિસ્તારમાં દરેક પોેકેટસમાં ર૦ ટકા ગોડાઉન ખાલી જાેવા મળશે. કેમ કે ભાડુ પણ ભરવુ પડે છે. કામકાજ ઘટતા આ વિસ્તારમાં ઘણા ટ્રાન્સપોર્ટસના ગોડાઉનો ખાલી છે. સ્થાનિક ટ્રાન્સપોર્ટર્સ ગોડાઉનમાં બે ત્રણ દિવસ પાર્સલો ભેગા થાય ત્યારે ગાડી ઉપાડે છે. બહારગામના ટ્રાન્સપોર્ટર્સનેે ત્યાં પણ માલ પડ્યો છે. તેઓના ગોડાઉન ફૂલ છે.
આ વખતે લગ્નસરાની સિજન બરાબર રહી નહી. સંખ્યાબંધ લોકોએ લગ્ન કેન્સલ કર્યા, એમ ટેક્ષ્ટાઈલ ગુડઝ ટ્રાન્સ્પોર્ટ એસોસીએશનના યુવરાજ દેશલેએે જણાવ્યુ હતુ. ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા પ થી ૧૦ ટકાએ પોતાનો વ્યવસાય બંધ કર્યાનું અનુમાન છે. જાે કે સાચી હકીકત તો બહારગામની મંડી શરૂ થતા ખબર પડશે. હાલમાં રોજની માંડ ૩પ -૪૦ ટ્રકો જ રવાના થઈ રહી છે.
દક્ષિણના રાજ્યો સાથેે કામકાજ કરતા અન્ય એક ટ્રાન્સપોર્ટર્સે જણાવ્યુ હતુ કે કામકાજ ઘટ્યુ છે. તેને કારણે ઘણા ટ્રાન્સપોર્ટર્સે પોતાની ટ્રકો વેચી નાંખી છે. જાે કે આમ, છતાં ટ્રકોના ભાડામાં કોઈ મોટો ઘટાડો થયો નથી. માંડ પ ટકા ઓછા થયા છે. મહામારીને કારણે ટ્રાન્સપોર્ટર્સને મોટુ આર્થિક નુકશાન થયુ છે. ગોડાઉનના ભાડા, સ્ટાફના ખર્ચા, અને મેઇન્ટેનન્સ, ધંધો નહીં હોવા છતાં ચુકવવાના આવ્યા છે.