પત્રકારિતા અને રાજદ્રોહ કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન

ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી આશિષ ભાટિયા અને શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવે પોતાના અધિકારીઓને અદાલતોના ચુકાદાઓનો અભ્યાસ કરવાનું શિક્ષણ આપશે?
ભારતીય સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ “લેન્ડ ઓફ ધી લો”ગણાતા હોવાથી પોલીસ અધિકારીઓએ સરકારના રખેવાળ નથી પરંતુ કાયદાના શાસનના અને બંધારણીય મૂલ્યોના રખેવાળ છે!!
કન્ફ્યુશિયસ નામના વિચારકે કહ્યું છે કે “સત્ય જાણનારાઓ કરતા સત્યને ચાહનારાઓ સવાયા હોય છે”!! જ્યારે ફ્રેન્ચ ચિંતક જે.જે રૂસો એ કહ્યું છે કે “સંપૂર્ણ લોકશાહી તો માત્ર દેવોના દેશમાં જ સંભવી શકે છે”!! માનવી જન્મે સ્વતંત્ર છે અને મૂળભૂત સ્વાતંત્ર્ય માનવીને જન્મતાની સાથે જ મળે છે!!
આઝાદી માટે લડત કરીને આઝાદી પ્રાપ્ત કરનાર લોકોને તેનું જ્ઞાન અને ભાન હોય છે! પરિણામે અમેરિકામાં સરકારની ટીકા કરનારા પર રાજદ્રોહનો આરોપ લાગ્યો હોય એવું ભાગ્યે જ સાંભળવા મળે છે! પરંતુ લોકોની આઝાદી અને લોકશાહી મુલ્યો ની રખેવાળી કરવાનું કામ ભારતના બંધારણે સુપ્રીમ કોર્ટ ને સોંપ્યું છે પરિણામે તાજેતરમાં ફરી ભારતની સુપ્રીમકોર્ટે ૨૦૨૧ માં પત્રકાર વિનોદ દુઆ વિરુદ્ધ હિમાચલ પ્રદેશ સરકાર કેસમાં “પત્રકારિતા ની આઝાદી” સુરક્ષિત કરી છે!!
દેશના અને ગુજરાતના પોલીસ અધિકારીઓ લોકશાહી રાજ્યવ્યવસ્થા માં કાયદાના શાસનના રખેવાળ છે સાથે દેશના બંધારણીય અધિકારો ના રક્ષક છે જ્યારે ભારતની સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને શિક્ષણ તેમના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ તંત્રને આપશે?!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને સરસ કહ્યું છે કે “અપરાધી ભાગી છૂટે એના કરતાં વધુ ખતરનાક તો એ છે કે યોગ્ય કાયદાના ઘડતર વિના તેને સજા કરવી”!! જ્યારે દેશની હાઈકોર્ટના ન્યાયાધીશો અને દેશની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને જાે પોતાનો “ન્યાયધર્મ” અદા કરતા પોતાની બંધારણીય ફરજ નિભાવે છે અને દેશના પોલીસ અધિકારીઓએ કરેલા કેસ એ દેશના બંધારણીય મૂલ્યો થી વિપરીત અને નાગરિક સ્વતંત્ર વિરુદ્ધ હોય છેત્યારે ન્યાયાધીશોની આલોચના કરવાની ફરજ પડે છે
ત્યારે એવું લાગે છે કે દેશના બંધારણને નામે સોગંદ લઈ પોતાની ફરજ નિભાવતા અધિકારીઓ ફક્ત સરકારના રખેવાળ બની જાય છે! “કાયદાના શાસનના નહિ” એવું ચિત્ર ઊભું થાય છે! માટે સત્તાને સમતુલા જળવાય અને દેશ નો સર્વોચ્ચ કાયદો ગણાતા દેશના બંધારણીય સિદ્ધાંતો પણ જળવાય તે હેતુથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અદાલતોએ આપેલા વખતો વખતના ચુકાદાઓ થી સમગ્ર પોલીસતંત્રને વાકેફ કરવા જાેઈએ
જેથી પ્રજાનો પોલીસ તંત્ર પ્રત્યે આદર વધે અને દેશના ન્યાય તંત્ર સમક્ષ પોલીસ તંત્રની પ્રતિભા શ્રેષ્ઠ બને છે અને ક્યારેક એવું જણાવ્યું જણાય છે કે પોલીસ અધિકારીઓને કથિત એફ.આઈ.આર નો ખુલાસો અદાલત સમક્ષ નેતાઓએ નહીં પોલીસ અધિકારીઓએ કરવો પડે છે! આ સત્ય સ્વીકારવા ન્યાયી કર્તવ્ય નિભાવવું જાેઈએ!
ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી યુ.યુ.લલિત તથા ન્યાયમૂર્તિ શ્રી વિનીત સરનની છે જેમણે વિનોદ દુઆ વિરુદ્ધ હિમાચલ પ્રદેશ સરકાર કેસમાં ચુકાદો આપતા પત્રકારો ની આઝાદી સુરક્ષિત કરી છે
અત્રે નોંધનીય બાબત એ છે કે પત્રકાર વિનોદ દુઆ એ પોતાની યુટ્યુબ ચેનલ પર ભારત સરકારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂર્વે તૈયારી વગર લોકડાઉન નાખ્યાની આલોચના કરી હતી અને તેના ૩૦ માર્ચ ૨૦૨૦ ના રોજ વિડીયો પોસ્ટ કરતા, જેને લઇને ભાજપના નેતાઓએ જૂન ૨૦૨૦ માં રાજદ્રોહનો ગુનો પત્રકાર વિનોદ દુઆ સામે દાખલ કરાવ્યો હતો!
ઉક્ત કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી યુ.યુ. લલિત તથા જસ્ટિસ શ્રી વિનીત સરનની ખંડપીઠે વિનોદ દુઆ વિરૂદ્ધ હિમાચલ પ્રદેશ સરકાર કેસમાં ચુકાદો આપતા એવું અવલોકન કર્યું છે કે પોલીસ તંત્ર આવા કેસમાં કલમ ૧૨૪ એ નો વ્યાપ તથા દેશની સુપ્રીમ કોર્ટે ૬૦ વર્ષ અગાઉ કેદારનાથ સિંહ વિરુદ્ધ બિહાર સરકાર કેસમાં આપેલા ચુકાદો ધ્યાનમાં લેવો જાેઈએ અને નક્કર પુરાવા વગર રાજદ્રોહનો ગુનો દાખલ થઈ શકે નહીં એવું પણ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે
અત્રે એ નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી પી.ઍન ભગવતીએ વિચારોની અભિવ્યક્તિની આઝાદી નો અધિકાર માત્ર ભારતમાં જ નહીં પણ તેની સીમાઓ પાર પણ ભોગવે છે એવું મેનકા ગાંધી વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા એ.આઈ.આર ૧૯૭૮ સુપ્રીમ કોર્ટ ૫૯૭માં ઠરાવ્યું છે આ ઉપરાંત દિલ્હી પોલીસે દિશા રવિ વિરુદ્ધ ના ટુલકીત કેસમાં પણ અદાલતો એ દેશદ્રોહ કરાયાનો માન્યું નહોતું! અને આરોપીઓને જામીન આપ્યા હતા!
તે સમયે ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી દિપકભાઈ ગુપ્તાએ પણ અવલોકન કર્યું હતું કે “ટૂલકિત કેસમાં દેશદ્રોહનો ગુનો બને એવું કંઈ જ નથી”!! ત્યારે પોલીસ અધિકારીઓ એ વિચારવું જાેઈએ કે સરકાર ગમે તે પક્ષની હોય પોલીસ અધિકારીએ દેશના બંધારણને નામે સોગંદ લઈ નોકરીમાં આવ્યા છે તો તેમણે દેશના બંધારણને વફાદાર રહેવું જાેઈએ નહિ તો દેશના બંધારણની અવગણના કરવી એ શું આપોઆપ કુદરતી રીતે જ “દેશદ્રોહ” ન ગણાય ???!! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)