Western Times News

Gujarati News

બિસ્લેરી આગામી વર્ષોમાં 10,000થી વધારે MT પ્લાસ્ટિકનું રિસાઇકલિંગ કરશે

બિસ્લેરીએ પ્લાસ્ટિકના પ્રદૂષણ સામે લડવા પ્લાસ્ટિકને અલગ કરવા અને એનું કલેક્શન કરવા માટે ભારતનું પ્રથમ સેન્ટર શરૂ કર્યું

મુંબઈ, ભારત માટે પ્લાસ્ટિકનું પ્રદૂષણ અભૂતપૂર્વ પડકાર છે. વિચાર કરોઃ દેશમાં 2019-2020 દરમિયાન 26,000 ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થયો હતો, જેમાંથી 60 ટકા કચરાનું જ રિસાઇકલિંગ થયું હતું. બાકીના 40 ટકા કચરાનું પૂરણ જમીનમાં કરવામાં આવ્યું હતું અથવા નહેરોમાં કે ભૂગર્ભજળમાં વહાવવામાં આવ્યો હતો

(સ્ત્રોતઃ કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) કારણ કે ગંદી સ્થિતિમાં પ્લાસ્ટિકને રિસાઇકલિંગ માટે કલેક્ટ કરવામાં આવતું નથી અને આ પ્રકારનું ગંદુ પ્લાસ્ટિક જ્યાં હોય ત્યાં પડ્યું રહે છે. આ વિશ્વ પર્યાવરણ દિવસ પર ઉદ્યોગમાં આગેવાન અને ભારતની સૌથી વધુ વિશ્વસનિય બોટલ્ડ વોટર બ્રાન્ડ બિસ્લેરીએ મુંબઈના મારોલમાં સ્વચ્છ પ્લાસ્ટિકને અલગ કરવા અને કલેક્શન કરવા માટેનું સૌપ્રથમ સેન્ટર શરૂ કર્યું છે. કંપની સ્વચ્છ અને હરિયાળા પર્યાવરણ માટે સક્રિયપણે કામ કરે છે.

બિસ્લેરી શોકેસ સેન્ટર વર્ષ 2017માં શરૂ કરેલી કંપનીની ‘બોટલ્સ ફોર ચેન્જ’ પ્રોગ્રામનો ભાગ છે અને એનો ઉદ્દેશ પ્લાસ્ટિકના પ્રદૂષણ અને પ્લાસ્ટિકના કચરાના નિકાલની ઉચિત પદ્ધતિઓ વિશે ઉપભોક્તાઓ વચ્ચે જાગૃતિ પેદા કરવાનો છે. જ્યારે બિસ્લેરી 6,500 ટનથી વધારે પ્લાસ્ટિકનું રિસાઇકલિંગ કરે છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે ‘બોટલ્સ ફોર ચેન્જ’ના ભાગરૂપે જાગૃતિ લાવવાનું કામ કરે છે.

સ્વચ્છ વાતાવરણ તરફ પોતાની પ્રતિબદ્ધતાઓની પુષ્ટિ કરતું મારોલ સ્થિત આ સેન્ટરની ડિઝાઇન પ્લાસ્ટિકને અલગ કરવાના ભવિષ્ય દર્શાવવા તૈયાર કરવામાં આવી છે. દર મહિને વપરાશ થયેલા 25 ટન પ્લાસ્ટિકનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ એમસીજીએમ (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ)ના કે-ઇસ્ટ વોર્ડે પ્રદાન કરેલા એક પ્લોટ પર 2,400 ચોરસ ફીટમાં બન્યો છે.

આ સુવિધા પ્લાસ્ટિકને અલગ કરવા અને એનું નિકાલ કરવાની ઉચિત પદ્ધતિથી પ્રદૂષણની સમસ્યાનું સમાધાન કરવામાં મદદ મળી શકે છે એ દર્શાવે છે. ઇન્ટેરિઅર્સ  1,50,000 એમએલપી (મલ્ટિ-લેયર પ્લાસ્ટિક) રિસાઇકલ કરેલી બેગ (બિસ્કિટ, ચિપ્સ અને ચોકલેટ રેપર્સ)ના પાર્ટિશનમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.

100 ચોરસ ફીટ વિસ્તાર માટે 100 કિલોગ્રામ રિસાઇકલ કરેલા પ્લાસ્ટિકના બ્લોક (જ્યુસ કન્ટેઇનર્સ, ફૂડ કન્ટેઇનર, રમકડાં, શેમ્પૂ, કન્ડિશનર્સની બોટલ વગેરે જેવા હાર્ડ પ્લાસ્ટિક)નો ઉપયોગ થયો છે, જેમાંથી એન્ટ્રન્સ, રેમ્પ બન્યાં છે, જે 30 ટન વાહનોને સમકક્ષ લોડ સહન કરી શકે એટલા મજબૂત છે.

આ પરિવર્તનકારક સુવિધા એક કેન્દ્ર તરીકે પણ ઉપયોગી બનશે, જ્યાં નાગરિકોને પ્લાસ્ટિકને અલગ કરીને એનું રિસાઇકલિંગ કરવાના મહત્વ વિશે જાણકારી આપવામાં આવશે. આ સેન્ટર આદતમાં પરિવર્તન, વિવિધ રિસાઇકલિંગ પ્રક્રિયાઓ વિશે માહિતી આપશે તેમજ અહીં રિસાઇકલ કરેલા પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવી શકાય એવા અનેક ઉત્પાદનો પ્રદર્શિત કર્યા છે. અહીં ઉત્પાદનો સુંદર પણ છે.

પ્લાન્ટમાં પ્લાસ્ટિકને સીધું રિસાઇકલિંગ માટે મોકલતા અગાઉ એનું પ્રોસેસિંગ કરવા માટે બેલિંગ મશીન સાથે કન્વેયર બેલ્ટ પણ છે. વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ ગ્રીન પ્લાસ્ટિક એજન્ટો માટે સ્વચ્છ વાતાવરણ અને કામ કરવા માટેની હાઇજેનિક સ્થિતિ સુનિશ્ચિત કરે છે.

મારોલમાં બિસ્લેરી શોકેસ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર માર્કેટિંગ અને અવર સોશિયલ રિસ્પોન્સિબિલિટીના શ્રીમતી અંજના ઘોષે કહ્યું હતું કે, “બિસ્લેરી છેલ્લાં ચાર વર્ષથી પ્લાસ્ટિકનું મેનેજમેન્ટ કરવા માટે સક્રિયપણે કાર્યરત છે.

અમારો ઉદ્દેશ આગામી થોડા વર્ષોમાં 10,000થી વધારે એમટી પ્લાસ્ટિકનું રિસાઇકલિંગ કરવાનો છે. અમે મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ જેવા શહેરોમાં વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા છે, જેમાં અમે હાઉસિંગ સોસાયટીઓ, કોર્પોરેટ અને શાળાઓમાં શૈક્ષણિક સેમિનારોનું આયોજન કરીને જાગૃતિ લાવવા કામ કરીએ છીએ.

અમે વ્યાપક ધારણાને તોડવા પ્રયાસ કરીએ છીએ કે, પર્યાવરણના પ્રદૂષણ માટે એકલું પ્લાસ્ટિક જવાબદાર છે. અમારો ઉદ્દેશ જાહેર જનતામાં એ જાગૃતિ લાવવાનો છ કે, પ્લાસ્ટિક નુકસાનકારક નથી, પણ એના નિકાલની રીત નુકસાનકારક છે. બિસ્લેરી શોકેસ સેન્ટર અમારી ‘બોટલ્સ ફોર ચેન્જ’ પહેલમાં સીમાચિહ્નરૂપ છે અને નાગરિકોને, ખાસ કરીને આપણી ભાવિ પેઢીઓને પ્લાસ્ટિકને અલગ કરીને એનું રિસાઇકલિંગ કરવા વિશે પ્રોત્સાહન આપવાની દિશામાં મોટું પગલું છે. એનું રિસાઇકલિંગ કરવામાં પ્રચૂર સંભવિતતાઓ રહેલી છે.”

આ પ્રોજેક્ટનો ઉદ્દેશ લોકોને તેમના કચરામાંથી પ્લાસ્ટિકને સ્વચ્છ કરીને અલગ કરી રિસાઇકલિંગ માટે મોકલવા સક્ષમ બનાવી સમાજની આદત બદલવાનો છે. બિસ્લેરી માને છે કે, સમાજે પ્લાસ્ટિકને કચરો માનવાનું બંધ કરવું પડશે અને એનો જવાબદારી સાથે નિકાલ કરવા સમાધાનો શોધવા પડશે. બિસ્લેરી  એકથી વધારે શહેરોમાં નાગરિકો, કોર્પોરેટ અને સંસ્થાઓ વચ્ચે જાગૃતિ અભિયાનો ચલાવે છે. કંપની મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, ઇસ્ટ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન, નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સક્રિયપણે કામ કરે છે.

 

શ્રીમતી ઘોષે કહ્યું હતું કે, “ચાલુ વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ અભિયાનના ભાગરૂપે દિલ્હીએ પ્લાસ્ટિકનું રિસાઇકલિંગ અપનાવ્યું છે અને દક્ષિણ, પૂર્વ અને ઉત્તર દિલ્હી (એસડીએમસી, ઈડીએમસી અને એનડીએમસી)માં વિવિ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરાનું વ્યવસ્થાપન કરવા જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. સત્તામંડળો અમારી બોટલ્સ ફોર ચેન્જ પહેલનો સક્રિય ભાગ છે, જે અમારા પ્રયાસોનો પુરાવો છે. અમને આશા છે કે, એનાથી અન્ય શહેરોના સ્થાનિક સત્તામંડળોને પ્રોત્સાહન મળશે.”

 

બોટલ્સ ફોર ચેન્જ માટે બિસ્લેરી 6 લાખ વ્યક્તિઓ જીવન, 800 હાઉસિંગ સોસાયટીઓ, 400 શાળાઓ અને કોલેજો, 500 હોટેલ્સ અને રેસ્ટોરાં, 500 કોર્પોરેટ સુધી પહોંચી હતી તેમજ 600 જાગૃતિ સત્રોનું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામે વિવિધ હિતધારકો દ્વારા પ્લાસ્ટિક એજન્ટો માટે પણ ઉપયોગ થયેલા, પણ સ્વચ્છ પ્લાસ્ટિક (હાર્ડ અને સોફ્ટ) પ્લાસ્ટિક કલેક્ટ કરવાની ચેનલ અને તક પણ ઊભી કરી છે. રિસાઇકલિંગ માટે સ્વચ્છ પ્લાસ્ટિક એકત્ર કરવાનો ઉદ્દેશ ધરાવતા આ પ્રોગ્રામનો ઉદ્દેશ સામાજિક પરિવર્તન લાવવાનો અને ગ્રીન પ્લાસ્ટિક એજન્ટોને સક્ષમ બનાવવામાં મદદરૂપ થવાનો છે.

બિસ્લેરી ઇન્ડિયન ઓઇલ, પશ્ચિમ રેલવે, મુંબઈ યુનિવર્સિટીની એનએસએસ વિંગ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, ગોદરેજ, જેપી મોર્ગન અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ જેવા કોર્પોરેટ સાથે પણ કામ કરે છે. અત્યારે બિસ્લેરી ચેન્નાઈમાં પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સુંદરમ મેડિકલ ફાઉન્ડેશન સાથે કામ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.