કેટરીના કૈફના ઘરની બહાર વિકી કૌશલની કાર જાેવા મળી
વિકી-કેટરીનાની મુલાકાત કેમેરામાં કેદ થઈ ગઈ, કપલ ટૂંક સમયમાં પોતાના રિલેશનશિપની જાહેરાત કરશે?
મુંબઈ: બી-ટાઉનના એક્ટર્સની કથિત રિલેશનશિપની ખબરો અવારનવાર બહાર આવતી રહે છે. અત્યારે તેમાંથી એક કપલ છે વિકી કૌશલ અને કેટરીના કૈફ. બન્ને ઘણી વાર એકસાથે જાેવા મળ્યા છે. અને તાજેતરમાં જ કેટરિના કૈફના ઘરે વિકી કૌશલ પહોંચ્યો હતો. વિકી કૌશલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તમે જાેઈ શકો છો
વિકી કૌશલ સોમવારે બપોરે કેટરિના કૈફના ઘરે પહોંચ્યો હતો. વિકી કૌશલના ત્યાં પહોંચવાના અમુક કલાકો પછી તેની કારને કેટરિના કૈફના ઘરેથી બહાર નીકળતા જાેઈ હતી અને કેમેરામાં કેદ કરી હતી. તમને જણાવી દઈએ કે ધ કપિલ શર્મા શૉ પર ફિલ્મ સૂર્યવંશીના પ્રમોશન દરમિયાન પ્રોડ્યુસર કરણ જાેહરે કેટરિના કૈફ સાથે વિકી કૌશલનું નામ લઈને મજાક ઉડાવી હતી. કરણ જાેહરે કેટરિના કૈફ માટે કહ્યુ હતું કે,
જુઓ એમના ઘરે બધું કૌશલ મંગળ છે. વર્કફ્રંટની વાત કરીએ તો કેટરિના કૈફ ફિલ્મ ટાઈગર ૩માં સલમાન ખાન સાથે અને ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે જાેવા મળશે. વિકી કૌશલ ફિલ્મ ધ ઈમ્મોર્ટલ અશ્વત્થામામાં સારા અલી ખાન સાથે જાેવા મળશે. આ સિવાય તે સરદાર ઉધમ સિંહ અને ફીલ્ડ માર્શલ સેમ માનેકશૉની બાયોપિકમાં પણ કામ કરી રહ્યો છે.