સુંદરતાનાં મામલે યામીથી જરાં ઉતરતી નથી તેની બહેન
મુંબઈ: યામી ગૌતમએ ગત અઠવાડિયે ઉરીનાં ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. તે તેનાં સોશિયલ મીડિયા પર તેની હિમાચલી લગ્ની તસવીરો શેર કરી હતી. યામીએ નવી દુલ્હનનાં રૂપમાં સૌનું દિલ ચોરી લીધુ છે. તો તેની બહેન સુરીલી ગૌતમ પણ તેનાં ક્લાસિક લૂક અને સ્ટાઇલમાં નજર આવી રહી છે. સુરીલીએ બહેનનાં લગ્નમાં ગુલાબી રંગનો સબ્યસાચી દ્વારા ડિઝાઇન લહેંગો પહેર્યો હતો. જેમાં તેણે ગોલ્ડની મોટી નથ પહેરી હતી.
જે તેનાં ઉપર ખુજબ જામતી હતી. સુરીલીનો આ પહેરવેશ હિમાચલી સંસ્કૃતિની ઝલક દર્શાવતો હતો. હલ્દી સેરેમનીમાં સુરીલીએ વાદળી રંગનો ડ્રેસ પહેર્યો હતો જેની સાથે તેણે ઝુમકા અને ફેન્સી હેરસ્ટાઇલ કરી હતી. મેહંદી ફંક્શનમાં સુરીલી ખુબજ સુંદર લાગતી હતી. જ્યાં તેણે ગોલ્ડન વર્કવાળો લાલ સલવાર સૂટ પહેર્યો હતો. જેમાં તેણે મિનિમલ જ્વેલરી પહેરી હતી. અને ખુલ્લા વાળ રાખ્યા હતાં. સુરીલી ગૌતમ ૧૭ વર્ષની ઉંમરે બહેન યામી સાથે મુંબઇ આવી ગઇ હતી.
તેણે ટીવી શો મીત મિલા દે રબ્બામાં કામ કર્યુ હતું. જે બાદ યામીએ સાઉથની ફિલ્મ સાઇન કરવાની શરૂ કરી દીધઈ. અને સુરીલી કોલેજમાં ભણવાં ચંદીગઢ પરત ફરી. સુરીલીએ અત્યાર સુધીમાં એક જ ટીવી શો કર્યો છે. જ્યારે યામીએ વિક્કી ડોનર (૨૦૧૨), કાબિલ (૨૦૧૭), ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક (૨૦૧૯ ) અને બાલા (૨૦૧૯) માં એક્ટિંગથી ઇન્ડસ્ટ્રીમાં તેની ખાસ ઓળખ બનાવી છે. તો સુરીલીએ પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પસંદ કરી છે. તે ૨૦૧૨ની ફિલ્મ પાવર કટમાં નજર આવી હતી. તેની બીજી ફિલ્મ પોસ્ટી ટૂંક સમયમાં રિલીઝ થશે.