હવે ઇન્સ્ટાગ્રામે ભગવાન શિવનું અપમાનજનક સ્ટીકર શેર કર્યુ
નવીદિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ સામે મંગળવારે દિલ્હીમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. દિલ્હીનાં નાગરિક મનીષસિંહે આ કેસ નોંધાવ્યો છે. જણાવી દઇએ કે, ઇન્સ્ટાગ્રામ પર હિન્દુઓની ભાવનાઓને ભડકાવવાનો આરોપ મુકાયો છે. સિંહે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, ઇન્સ્ટાએ ભગવાન શિવનું સ્ટીકર અપમાનજનક રીતે દર્શાવ્યું હતું.
ફરિયાદમાં જણાવાયું છે કે જ્યારે શિવા કીવર્ડ સર્ચ કરીએ તો ત્યારે ઘણા સ્ટીકરો ઇન્સ્ટાગ્રામ પર દેખાય છે. જેમા એકમાં ભગવાન શિવને વાઇન ગ્લાસ અને ફોન સાથે દેખાડવામાં આવ્યા છે. ફરિયાદ કરનાર મનીષસિંહે કહ્યું કે તે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અપલોડ કરી રહ્યુ હતુ. આ દરમિયાન તેણે એક શિવા કીવર્ડ સર્ચ કર્યો. ત્યારબાદ તેણે આ વાંધાજનક સ્ટીકર જાેયું. મનીષે કહ્યું કે, આ સ્ટીકર કોઈ પણ યૂઝર્સ દ્વારા પ્રોવાઇટ કરાવવામાં આવ્યું નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જ પ્રોવાઇડ કરાવવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, આ સ્ટીકર બનાવવાનો હેતુ હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો છે. આ કૃત્ય માટે ઈન્સ્ટાગ્રામનાં સીઇઓ અને અન્ય અધિકારીઓ સામે કેસ દાખલ થવો જાેઈએ. આ પહેલા પણ, ઇન્સ્ટાગ્રામ પર ઘણા વાંધાજનક સ્ટીકરો અંગે ફરિયાદો કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, ૨૫ ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી. તેમાં જણાવાયું છે કે, યૂઝર્સે તેમના પ્લેટફોર્મ પર જે પણ કંટેટ નાખે છે તેના માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ,પણ જવાબદાર રહેશે.
જાે ભારતની સુરક્ષા, અખંડિતતાની વિરુદ્ધ કોઈ પોસ્ટ અથવા ટ્વીટ કરવામાં આવે છે, તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનો ખુલાસો તેના પ્રારંભિક એટલે કે જે વ્યક્તિએ પહેલી વાર પોસ્ટ કર્યો છે તેની પાસે કરવો પડશે. જાે અધિકારીઓ કોઈ પણ પોસ્ટ પર ચિંતા વ્યક્ત કરે છે, તો તેને ૩૬ કલાકમાં દૂર કરી દેવામાં આવશે. ભારતમાં ફરિયાદો સંબંધિત અધિકારીની નિમણૂક કરવાની રહેશે, જે ૨૪ કલાકની અંદર ફરિયાદોની તપાસ કરશે અને ૧૫ દિવસમાં તેનો નિકાલ કરશે.