પાકિસ્તાન-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચનું પાકિસ્તાનમાં પ્રસારણ નહીં થાય
ઇસ્લામાબાદ: વર્ષોથી ભારત સાથે લડાઇમાં ઉતરી આવતુ પાકિસ્તાનને ભારતે હંમેશા સબક શીખવાડ્યો છે. આવુ જ કઇંક એકવાર ફરી બન્યુ છે. જાે કે આ વખતે કોઇ યુદ્ધ થયુ નથી. પાકિસ્તાનને ભારત વિરુદ્ધ ચાલાકી કરવી ભારે પડી છે. તાજેતરમાં સામે આવ્યુ છે કે, પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં મેચ રમવાની છે, પરંતુ તે મેચ પાકિસ્તાનમાં જ ટેલિકાસ્ટ થશે નહીં. નોંધનીય છે કે સાઉથ એશિયામાં ક્રિકેટ મેચોનાં પ્રસારણનો અધિકાર ભારતીય બ્રોડકાસ્ટર્સ ‘સ્ટાર એન્ડ એશિયા’ નીપ ાસે છે,
પરંતુ પાકિસ્તાન કાશ્મીર મુદ્દે ભારતીય બ્રોડકાસ્ટ કંપની સાથે કોઈ વેપાર કે કરાર કરવાની ના કહી રહ્યુ છે. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાનની ટીમ તૈયાર છે. અહીં ટીમ ત્રણ વનડે અને ત્રણ ટી-૨૦ મેચ રમશે. ટીમની સાથે ચાહકો પણ આ ટૂર માટે ખૂબ ઉત્સાહિત છે. પરંતુ આ વચ્ચે એક સમાચાર પાકિસ્તાનમાં મેચનું પ્રસારણ નહી થવાનાં કારણે પાકિસ્તાનનાં ચાહકોનું નિરાશ થવુ નક્કી છે. જણાવી દઇએ કે, એવા અહેવાલો છે કે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ મેચ પાકિસ્તાનમાં બતાવવામાં આવશે નહીં. ફવાદ ચૌધરી, તેઓ પાકિસ્તાનનાં માહિતી અને પ્રસારણ પ્રધાન છે. તેમણે એક નિવેદનમાં પુષ્ટિ આપી છે કે, આ ટૂરની મેચ પાકિસ્તાનમાં બતાવવામાં આવશે નહીં. કારણ કે દક્ષિણ એશિયાનાં પ્રસારણનાં અધિકાર ભારતીય કંપનીઓ પાસે છે.
ફવાદે કહ્યું કે, જ્યાં સુધી ભારત સરકાર ૫ ઓગસ્ટ, ૨૦૧૯ નાં રોજ લીધેલા ર્નિણય પાછા નહીં ખેંચે ત્યાં સુધી ભારતીય કંપનીઓ સાથે કોઈ વ્યવસાય કરવામાં આવશે નહીં. આપને જણાવી દઈએ કે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ નાં રોજ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જાે નાબૂદ કર્યો હતો. આ સાથે સરકારે આ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેરવવાનો ર્નિણય પણ લીધો હતો. ઇસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ફવાદે કહ્યું કે, પાકિસ્તાન ટેલિવિઝન કોર્પોરેશનની (પીટીવી) ભારતીય બ્રોડકાસ્ટર્સ સાથે કરાર કરવાની વિનંતી નામંજૂર કરવામાં આવી છે,
જેમને આ મેચોમાં હક છે. ફવાદે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાન હવે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે વાત કરીને અન્ય કોઇ સંભાવના શોધવાનો પ્રયાસ કરશે. વળી તેમણે એ પણ સ્વીકાર્યું કે જાે પાકિસ્તાનમાં મેચ નહીં બતાવવામાં આવે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) અને પીટીવીને ભારે નુકસાન થશે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વનડે મેચ ૮ જુલાઈનાં રોજ કાર્ડિફમાં થવાની છે. જ્યારે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી ૧૬ જુલાઈથી નોટિંઘમમાં શરૂ થશે.