ગરીબ દેશોને મોટી સંખ્યામાં વેકસીન દાન કરવાથી ખરાબ થઇ શકે છે : યુનિસેફ

Files Photo
ન્યુયોર્ક: યુનાઇટેડ નેશન ચિલ્ડ્રસ ફંડ યુનિસેફે અમીર દેશોને ચેતવણી આપી છે કે જાે તેમણે વધુ માત્રામાં કોરોના વેકસીનને ગરીબ દેશોને દાનમાં આપી તો તેમાંથી મોટાભાગની ખરાબ થવાની આશંકા રહેશે. આવું એટલા માટે કારણ કે ગરીબ દેશોની પાસે ન તો આ વેકસીનની સારસંભાળ માટે સુવિધા છે અને ન તો તેમની પાસે તેને નક્કી સમયમાં ઉપયોગ કરવાના સંસાધન મોજુદ છે યુનિસેફનું કહેવુ છે કે આ સમસ્યાથી બચવા માટે સારૂ એ રહેશે કે વેકસીનનો પુરવઠો થોડો અટકાવીને કરવામાં આવે એ યાદ રહે કે એરિકા સહિત બ્રિટેને પણ કોરોના વેકસીનની વધારાની ખુરાકને દાનમાં આપવાની વાત કરી છે.
અમેરિકા આ રીતે આઠ કરોડથી વધુ વેકસીન ઉપલબ્ધ કરાવશે બ્રિટેને પણ તાકિદે આ રીતની સપ્લાઇ કરવાની વાત કહી છે જાે કે તેણે એ બતાવ્યું નથી કે તે કેટલી ખુરાક આ રીતે ઉપલબ્ધ કરાવશે
કોરોના મહામારીની રોકથામ માટે દુનિયાની અનેક સેલિબ્રીટી પણ સામે આવી છે તેમાં અનેક દેશોના પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષ પણ સામેલ છે તેમાંથી અનેક એવા છે જેમણે દુનિયાના અમીર દેશોના સંગઠન જી ૭ને લખેલ પત્રમાં પોતાના હસ્તાક્ષર કરી તેનું સમર્થન કર્યું છે તેમાં સ્ટાર ખેલાડી ડેવિડ બેકહમ પણ સામેલ છે.
પત્રમાં તેમણે વેકસીનની ૨૦ ટકા ખુરાકને દાનમાં આપવાની અપીલ કરી છે. તેમણે એ પણ કહ્યું છે કે મહામારી ત્યાં સુધી ખતમ થઇ શકશે નહીં જયાં સુધી તે દુનિયાના દરેક ખુણામાં સમાપ્ત ન થઇ જાય આ પત્રમાં એડી મૌરે ઓસિવિયા કોલમેન ઇવાન પ્રિયંકા ચોપડા જાૈંસ સહિત અન્ય હસ્તીઓએ સહી કરી છે.
યુનિસેફની અધિકારી લિલી કેપરાનીનું કહેવુ છે કે દેશો એ પણ ઇચ્છે કે અન્ય દેશોની સાથે તે પોતાની વસ્તીને પણ વેકસીનેટ કરે તેમણે એ પણ કહ્યું કે તેમાં કોઇ શંકા નથી કે અમે ૧૮ વર્ષની ઉમરથી ઓછી વયના માટે વેકસીનની જરૂરત છે. પરંતુ વર્તમાન સમયમાં પ્રાથમિકતા તે લોકોને વેકસીન આપવાની છે જેમને તેની સૌથી વધુ જરૂરત છે આથી અમીર દેશોને ગરીબ દેશોને વધારાની વેકસીન દાનમાં આપવી જાેઇએ જેથી તે પણ પોતાને ત્યાં લોકોને ટીકાકરણ કરી શકે.
તેમણે કહ્યું કે વેકસીનને લાંબા સમય સુધી રાખવી મુશ્કેલ છે આવામાં તેના ખરાબ થવાની આશંકા વધુ છે આમ પણ લાખો વેકસીન હાલમાં ખરાબ થઇ રહી છે જેનો ઉપયોગ કરી શકાતો હતો આ આપણા બધા માટે કોઇ વિડંબનાથી ઓછું નથી તેમણે એ પણ કહ્યું કે ગરીબ દેશોને વેકસીનનો પુરવઠો સતત કરવો પડશે