વોશિંગ્ટનમાં વેક્સિન લેનારને ફ્રીમાં ગાંજાે આપવાની ઓફર
વોશિંગ્ટન: કોરોનાને રોકવા માટે અમેરિકામાં પણ કોરોના વેક્સીન મુકવાનુ અભિયાન પૂરજાેશમાં ચાલી રહ્યુ છે. જાેકે અમેરિકાની સરકાર માટે મુસિબત એ છે કે, હજી પણ ઘણા અમેરિકન્સ વેક્સીન મુકવવા માંગતા નથી.
તેમને વેક્સીનેશન સેન્ટર સુધી ખેંચી લાવવા માટે જાત જાતની ઓફરો આપવામાં આવી રહી છે અને તેમાં પણ અમેરિકાના વોંશિગ્ટન રાજ્યે તો જે લેટેસ્ટ ઓફર કરી છે તે જાણીને આશ્ચર્ય થઈ શકે છે. મળતી જાણકારી પ્રમાણે અહીંયા ૨૧ વર્ષ કે તેથી વધુ વયના લોકો વેક્સીન લગાવશે તો તેમને ફ્રીમાં ગાંજાે આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, વોશિંગ્ટનમાં ગાંજાને કાયદા પ્રમાણે માન્યતા આપવામાં આવી છે.
તેને દવાતરીકે ઉપયોગમાં પણ લઈ શકાય છે. જે પણ વ્યક્તિ આ ઓફરનો લાભ ઉઠાવવા માંગતી હોય તેણે કેનેબિસ ડિસ્પેન્સરીના ઈન સ્ટોર કિલનિકમાં જઈને રસી મુકાવવાની રહેશે. રસી મુકાયા બાદ લાભાર્થીને પ્રી રોલ્ડ જાેઈન્ટ( અમેરિકામાં ગાંજાને જાેઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે) આપવામાં આવશે. આ ઓફર ૧૨ જુલાઈ સુધી ઉપલબ્ધ રહેશે.
આ પહેલા અમેરિકામાં વેક્સીન લગાવનારાઓને એક ફ્રી ડ્રિન્ક, લોટરી જેવા જાત જાતના ઈનામો આપવાની અલગ અલગ રાજ્યોમાં જાહેરાત થઈ ચુકી છે. અમેરિકાની સરકારનુ ટાર્ગેટ છે કે, દેશની ૭૦ ટકા વસતીને ૪ જુલાઈ સુધીમાં વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ મુકવામાં આવે. હાલમાં અમેરિકામાં ૬૩ ટકા લોકોને વેક્સીનનો એક કે બે ડોઝ અપાઈ ચુકયો છે.