મેડિકલ સ્ટુડન્ટે ઈન્જેક્શનથી આત્મહત્યા કરી લેતાં ચકચાર

Files Photo
જામનગર, કોરોના મહામારી વચ્ચે જામનગરમાં તબીબી વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવાની ઘટના બની છે. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજના તબીબી છાત્રનો મૃતદેહ રૂમમાંથી મળ્યો હતો. એનેસ્થેસિયા વિભાગના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા તબીબી છાત્રએ આપઘાત કર્યો છે.
મૂળ રાજકોટના મૌલિક પીઠવાએ દર્દીને બેભાન કરવા માટે વપરાતા ઇન્જેક્શન ખાઈને આપઘાત કર્યાનું સામે આવ્યું છે. પોલીસ અને મેડીકલ કોલેજના સતાવાળાઓ રૂમ પર પહોચી વધુ તપાસ હાથ ધરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરની ખ્યાતનામ એમ પી શાહ મેડીકલ કોલેજમાં મેડિકલ સ્ટુડન્ટના આપઘાતના બનાવથી સનસનાટી મચી ગઈ છે.
મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા મૌલિક પીઠવા નામના વિદ્યાર્થી તબીબે આજે હોસ્ટેલના છઠ્ઠા માળે પોતાના રૂમમાં આપઘાત કરી લીધો હતો. મૌલિક પીઠવા મૂળ રાજકોટનો રહેવાસી છે, જે જામનગરમાં તબીબી અભ્યાસ કરતો હતો. મૌલિકે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હજી જાણવા મળ્યું નથી.