Western Times News

Gujarati News

હર્બલ ટોનિકની બોટલો સાથે એક આરોપીની પોલીસે કરી ધરપકડ

પ્રતિકાત્મક

(હિ.મી.એ),મોરબી, આજની પેઢીને નશાના રવાડે ચડાવી કરોડો રૂપિયા કમાવવા માટે અસામાજીક તત્વો અવનવો માર્ગ અપનાવી રહ્યા છે. દારૂ, ચરસ, ગાંજાે , અફીણ , બ્રાઉન સુગર, નશીલી મેડીસીન્સ એન્ડ ઈન્જેકશન તેમજ હેરોઇન સહિતના નશીલા પ્રદાર્થનુ વેચાણ રાજ્યમાં વધતો જ જઈ રહ્યો છે. વાત કરીએ તો મોરબી માંથી પણ પોલીસે બાતમીના આધારે એક આરોપીની હર્બલ ટોનિકના જથ્થા સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમના પીએસઆઈ એન બી ડાભી, વિક્રમસિંહ બોરાણા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળેલ કે મકનસર ગામે રહેતા જયેશ ઉર્ફે લાલો કોળી પોતાના રહેણાંક મકાન તથા દુકાને આયુર્વેદિક હર્બલ ટોનિકની બોટલોનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે

તેવી બાતમીના આધારે એલસીબી ટીમના દિલીપભાઈ ચૌધરી, શક્તિસિંહ ઝાલા, ભરતભાઈ જીલરીયા અને વિક્રમસિંહ બોરાણા સહિતની ટીમે તપાસ હાથ ધરવામાં આવતા મકનસર વાદીપરા વિસ્તારમાં જયેશભાઈ ઉર્ફે લાલો મનસુખભાઈ આડેસરાના કબ્જાવાળી દુકાન તથા રહેણાંક મકાનેથી આયુર્વેદિક હર્બલ ટોનિકની ૫૨૫ એમએલની તથા ૩૦૦ એમએલની પ્લાસ્ટિકની કુલ બોટલ નંગ-૯૨૨૦ કીમત રૂ.૭,૮૩,૩૦૦ મળી આવતા જેના બીલોમાં જણાવેલ જથ્થા બાબતે વિસંગતતા જણાતી હોય અને આયુર્વેદિક હર્બલ ટોનિકની બોટલો વેચાણ કરતો હોય તેમાં કોઈ અલ્કોહોલિક કે માનવ શરીરને નુકશાન થાય તેવું પ્રવાહી છે કે કેમ ?

તે બાબતે પોલીસે પુછપરછ કરતા બોલી શંકાસ્પદ જણાતા પોલીસે જયેશ ઉર્ફે લાલો કોળીની અંગ જડતી કરતા એક મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૭,૮૮,૩૦૦ નો સીઆર પીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.