બે મહિના બાદ મુંબઈ પરત આવ્યા અનુપમાના કલાકારો
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં મુંબઈમાં સીરિયલો અને ફિલ્મોના શૂટિંગ પર પ્રતિબંધ લાગ્યો હતો. પરિણામે સીરિયલોના પ્રોડ્યુસરોએ ગોવા, ગુજરાત, હૈદરાબાદ સહિતના સ્થળોએ શૂટિંગ શરૂ કરવાનો ર્નિણય લીધો હતો. જુદા-જુદા સ્થળોએ રિસોર્ટમાં સીરિયલોના શૂટિંગ શરૂ થયા હતા. જાેકે, હવે કોરોનાની બીજી લહેર ધીમી પડતાં અને દૈનિક નોંધાતા કેસમાં ઘટાડો થતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મો અને સીરિયલોના શૂટિંગ મુંબઈમાં શરૂ કરવાની છૂટ આપી છે.
શૂટિંગ અગાઉની જેમ ૧૨ કલાક નહીં શકાય પરંતુ મર્યાદિત કલાકોમાં અને બાયોબબલમાં રહીને કરવાનું રહેશે. આ જાહેરાત બાદ સીરિયલ ‘અનુપમા’ના કલાકારો મુંબઈ પાછા આવ્યા છે. છેલ્લા લગભગ ૨ મહિનાથી રાજન શાહીની પોપ્યુલર સીરિયલ અનુપમાનું શૂટિંગ સેલવાસમાં ચાલી રહ્યું હતું. ૨ મહિના સુધી પરિવારથી દૂર રહ્યા બાદ આખરે શોની આખી ટીમ મુંબઈ પરત ફરી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા આ સીરિયલના વિવિધ કલાકારોએ સેલવાસને વિદાય આપી છે અને પોતાના ઘરે જવાનો આનંદ વ્યક્ત કરતી પોસ્ટ મૂકી છે. અનુપમા સીરિયલમાં બાના રોલમાં જાેવા મળતાં એક્ટ્રેસ અલ્પના બુચે પોતાની સેલ્ફી સાથે રિસોર્ટની કેટલીક સુંદર તસવીરો શેર કરીને સિલવાસાને અલવિદા કહ્યું છે.
ફોટો શેર કરતાં તેમણે લખ્યું, “બાય બાય ખાનવેલ રિસોર્ટ અદ્ભૂત પ્રોડક્શન ફેસિલિટીઝ અને મહેમાનગતિ ૪૫ દિવસ સુધી આ સુંદર રિસોર્ટમાં માણ્યા બાદ મુંબઈ પરત આવ્યા છીએ. અનુપમામાં નંદિનીનો રોલ કરતી એક્ટ્રેસ અનઘા ભોંસલે પણ સેલવાસ આવી હતી. સેલવાસના રિસોર્ટમાં બે મહિના સુધી રહ્યા બાદ અનઘાએ વિવિધ વિડીયો દ્વારા રિસોર્ટની સુંદર ઝલક બતાવી છે અને આ સ્થળને અલવિદા કહ્યું છે. મંગળવારે સેલવાસના રિસોર્ટમાં આ કલાકારોનો છેલ્લો દિવસ હતો. જે બાદ તેઓ ઘરે પહોંચ્યા હતા. અનઘાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સામાન, સેલવાસના રસ્તાનો વિડીયો પણ શેર કર્યો છે. આ ઉપરાંત ઘરે પહોંચ્યા પછી પોતાના બેડરૂમની ઝલક બતાવીને પોતાના બ્લેન્કેટને મિસ કર્યો હોવાની વાત કહી છે.