વિકી કૌશલ-કેટરિના કૈફ રિલેશનશીપમાં છે : હર્ષવર્ધન
મુંબઈ: વિકી કૌશલ અને કેટરિના કૈફ રિલેશનશીપમાં હોવાની ચર્ચા છેલ્લા ખાસ્સા સમયથી ચાલી રહી છે. જાેકે, બંનેમાંથી એકેય પોતાના સંબંધ પર કંઈ બોલવા તૈયાર નથી. વિકી અને કેટરિના પાર્ટી કે ફંક્શનમાં અવારનવાર સાથે જાેવા મળ્યા છે. ઉપરાંત એકબીજાના ઘરે આવતાં-જતાં જાેવા મળે છે પરંતુ પોતાની રિલેશનશીપ હજી ખુલીને સ્વીકારી નથી. હવે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જ એક એક્ટરે વિકી અને કેટરિના રિલેશનશીપમાં હોવાની પુષ્ટિ કરી છે. બોલિવુડના જકાસ એક્ટર અનિલ કપૂરના પુત્ર અને અભિનેતા હર્ષવર્ધન કપૂરે કેટરિના અને વિકીના સંબંધ પર મહોર લગાવી છે.
હાલમાં જ ઝૂમને આપેલા એક ઈન્ટરવ્યૂમાં હર્ષવર્ધન કપૂરે આ વાતનો ખુલાસો કર્યો છે. ઈન્ટટરવ્યૂમાં હર્ષવર્ધનને પૂછવામાં આવ્યું કે, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કઈ રિલેશનશીપની અફવા તેને સાચી લાગે છે અથવા પીઆર માટે ઉડાવામાં આવી છે?’ જવાબ આપતાં હર્ષવર્ધન કપૂર કહે છે, “વિકી અને કેટરિના સાથે છે અને આ વાત સાચી છે.” આટલું કહ્યા પછી હર્ષવર્ધન તરત જ કહે છે,
આ કીધા પછી શું હું મુશ્કેલીમાં મૂકાવાનો છું? વિકી કૌશલની ગાડી કેટરિના કૈફ રહે છે તે બિલ્ડિંગના પાર્કિંગમાં જાેઈ હતી. ઉરીનો એક્ટર વિકી કૌશલ કેટરિનાના ઘરે બપોરે ૩.૩૦ કલાકે આવ્યો હતો અને સાંજે ૮.૩૦ કલાકે ત્યાંથી નીકળ્યો હતો. એક્સક્લુઝિવ વિડીયોમાં જાેઈ શકો છો કે, કેટરિનાનો ડ્રાઈવર વિકીની ગાડી બહાર કાઢવા માટે બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં રસ્તો કરતો જાેવા મળી રહ્યો છે.
મીડિયા રિપોર્ટનું માનીએ તો, ગયા વર્ષે લોકડાઉન દરમિયાન પણ વિકી કૌશલ કેટરિનાના ઘરે આવ્યો હતો. આ વર્ષે ૫ એપ્રિલના રોજ વિકી કૌશલે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. બીજા દિવસે એટલે કે ૬ એપ્રિલના રોજ કેટરિનાએ પણ કોરોના પોઝિટિવ હોવાનું સૌને જણાવ્યું હતું. વિકી કૌશલ અને કેટરિના કૈફ અનુક્રમે ૧૬ અને ૧૭ એપ્રિલે કોરોનાથી મુક્ત થયા હતા.