Western Times News

Gujarati News

જામનગરમાં પતિ-પત્ની વચ્ચે મારા મારીનો વીડિયો વાયરલ

જામનગર: જામનગર શહેરમાં રહેતા પતિ પત્ની વચ્ચે ચાલતા ગજગ્રાહમાં પતિએ પત્નીને માર મારવાનો વીચલીત કરતો વિડીયો વાયરલ થયો છે. પતિ પત્નીના ઝગડાની આ ઘટના જામનગર પોલીસ મથકે પહોંચી છે અને વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચતા પોલીસે પત્નીને મારવા અંગે પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જામનગર શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક મકાનમાં રહેતા કપલના ૧૫ વર્ષના લગ્ન જીવનમાં તેમને સંતાનમાં એક દીકરો પણ છે.

ત્યારે લગ્નના આટલા વર્ષ બાદ પણ બંને વચ્ચે બોલાચાલી બાદ મામલો એટલો વણસ્યો કે મારા મારી પર આવી ગયો. પત્નીએ પોલીસને જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી પતિ અને તેમના વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો, જેને લઇને પતિ-પત્ની એક જ મકાનમાં અલગ-અલગ વસવાટ કરી રહ્યા છે. પતિ પોતાના મકાનમાં નીચે રહે છે, જ્યારે તેમના પત્ની ઉપરના ભાગે અલગથી રહે છે અને બંને વચ્ચે ચાલી રહેલા ઘર કંકાસને લઈને બંને વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે, તેવામાં તાજેતરમાં જ પત્ની કડાઈ લેવા માટે ગયા હતા અને સામાન્ય બોલાચાલી બાદ એકાએક પતિએ ઉપર આવીને હુમલો કરી દીધો હતો.

આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવી લેવામાં આવ્યો છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે અને પતિ-પત્નીનો બંધ બારણાના કંકાસનો, વીડિયો વાયરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જામનગરમાં પતિ-પત્નીના કંકાસનો આ બનાવ શહેરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચતા પત્નીએ સમગ્ર ઘટનાને લઈને પોતાના પતિ વિરુદ્ધ વારંવાર દુઃખ ત્રાસ ગુજારી માર મારવા અંગે ફરિયાદ નોંધાવતાં સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ એમ.એલ.ઓડેદરાએ તપાસ હાથ ધરી મારકુટ કરનાર પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.