Western Times News

Gujarati News

દેશના પહેલા એશિયન ગોલ્ડ મેડલિસ્ટ બોક્સર ડીંકો સિંહેનું નિધન

નવીદિલ્હી: પૂર્વ એશિયન ગોલ્ડ મેડલિસ્ટ અને દેશના દિગ્ગજ બોક્સર ડીંકો સિંહનું ગુરુવારે નિધન થઇ ગયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ડીંકો સિંહ ૨૦૧૭થી લીવર કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા હતા. માણીપૂરના ૪૧ વર્ષીય ડીંકો સિંહએ ૧૯૯૮ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમને ૧૯૯૮માં અર્જુન પુરસ્કાર અને ૨૦૧૩માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ મેરીકોમ જેવા ઘણા સ્ટાર બોક્સરના રોલ મોડલ છે.

ગયા વર્ષે કોવિડ -૧૯ માંથી ડિંકો સિંહ પણ પોઝિટિવ થયા હતા પરંતુ તે સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ઘરે પાંચ આવ્યા હતા. વિન્જેન્દ્રસિંહ જેવા ખેલાડીઓએ ડિંકો સિંહની સારવારમાં મદદ માટે ભંડોળ એકઠું કર્યું હતું. આ બંને સિવાય કેટલાક અન્ય બોકર્સ અને કોચે વોટ્‌સએપ ગ્રુપ બનાવ્યું છે અને એક લાખ રૂપિયા એકઠા કરીને સીધા ડીંકોના ખાતામાં મોકલવામાં આવશે.

છ વખતના વિશ્વ ચેમ્પિયન એમસી મેરી કોમ અને એલ સરિતા દેવી માટે પ્રેરણારૂપ એવા ડિંકોએ ભારતીય નૌકાદળમાં કામ કર્યું હતું અનેખેલાડીઓનું પ્રશિક્ષણ પણ આપ્યું હતું, જાેકે કેન્સર પછી તેને ઘરે જ રહેવાની ફરજ પડી હતી. ગયા વર્ષે, તેમને કોરોના વચ્ચે સારવાર માટે એરલિફ્ટ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે ડિંકો સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, ‘ડિંકો સિંહના નિધનથી હું આઘાત અને દુખી છું. પદ્મશ્રી એવોર્ડ જીંકો સિંઘ રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત ખેલાડીઓ છે. ભગવાન તેમના આત્માને આરામ આપે.

રમતગમત પ્રધાન કિરેન રિજિજુએ ડિંકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. રિજિજુએ ટિ્‌વટ કર્યું હતું કે ‘શ્રી ડીંકો સિંહના નિધનથી મને ખૂબ દુખ થયું છે. તે ભારતના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ મુક્કાબાજીમાં હતા ૧૯૯૮માં બેંગકોક એશિયન ગેમ્સમાં ડિંગ્કોના ગોલ્ડ મેડલથી ભારતમાં બોક્સીંગ ચેઇન રિએક્શનને જન્મ આપ્યો. હું શોક પામેલા પરિવાર પ્રત્યે ખૂબ સંવેદના વ્યક્ત કરું છું.’

ઓલિમ્પિક મેડાલીસ્ટ વિજેન્દરસિંહે પણ ડીંકો સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, ‘હું ડિંકો સિંહને શ્રદ્ધાંજલિ આપું છું. તેમનું જીવન અને તેનો સંઘર્ષ આવનારી પીઢીઓને હંમેશા પ્રેરણા આપશે. હું તેમના પરિવાર માટે પ્રાર્થના કરું છું કે દુખના આ સમયમાં ભગવાન તેમને હિંમત આપે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.