અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્યો
નવીદિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના આજના લેટેસ્ટ રેટ જાહેર કરી દીધા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે એક લીટર પેટ્રોલનો ભાવ ૯૫.૫૬ રૂપિયા, તો ડીઝલનો ભાવ ૮૬.૪૭ રૂપિયા પ્રતિ લીટર છે. નોંધનીય છે કે, સતત મોંઘા થઈ રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ હાલમાં તમામ શહેરોમાં રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લીટર ૧૦૧.૭૬ રૂપિયે વેચાઈ રહ્યું છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયો છે. જેમાં મુખ્યત્વે શ્રીગંગાનગરમાં ૧૦૬.૪૪ રૂપિયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં પેટ્રોલ ૧૦૩.૭૧ રૂપિયાન ભાવથી વેચાઈ રહ્યું છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશના જ રીવામાં પેટ્રોલની કિંમત ૧૦૫.૯૩ રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ- ડીઝલના નવા ભાવ જાેઇએ તો દિલ્હી- પેટ્રોલ ૯૫.૫૬ રૂપિયા અને ડીઝલ ૮૬.૪૭ રૂપિયા પ્રતિ લીટર છે.,મુંબઈ- પેટ્રોલ ૧૦૧.૭૬ રૂપિયા અને ડીઝલ ૯૩.૮૫ રૂપિયા પ્રતિ લીટર છે., ચેન્નઈ- પેટ્રોલ ૯૬.૯૪ રૂપિયા અને ડીઝલ ૯૧.૧૫ રૂપિયા પ્રતિ લીટર છે., કોલકાતા- પેટ્રોલ ૯૫.૫૨ રૂપિયા અને ડીઝલ ૮૯.૩૨ રૂપિયા પ્રતિ લીટર છે.