ઉત્તરપ્રદેશમાં પોલીસે એન્કાઉન્ટરમાં બદમાશને ગોળી મારી ઠાર માર્યો
લખનૌ: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના આગમન પછી, છેલ્લા ૪ વર્ષથી ગુનાખોરીમાં મોટું નામ ધરાવતા એવા કુખ્યાત ઇસમોના એન્કાઉંટર થઈ રહ્યા છે. ઉતર પ્રદેશની સરકાર આવા ઇસમોની યાદી ત્યાર કરાવીને તેમની ઉપર મસમોટી રકમના ઇનામો જાહેર કરી રહી છે. અને જાે આરોપી પોલીસની સામે સરેન્ડર કરવાની જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા છે તેમનું એન્કાઉન્ટર થઈ રહ્યું છે.
તાજેતરની જાે વાત કરીએ તો ઉતર પ્રદેશમાં અહેમદ નામનાં ઈસમનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. અહેમદ ની સામે એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું. એટલુજ નહિ, અહેમદનો આતંક યુપીથી લઈને નેપાળ સુધી ફેલાયો હતો,
તમને જણાવી દઈએ કે છેલ્લા ૪ વર્ષથી યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં ગેરકાયદેસર કામ કરી રહેલા અથવા આતંકની દુકાનો ચલાવતા તમામ ઈસમો ઉપર જાેરદાર પ્રહાર કર્યો છે, કેમ કે તમે છેલ્લા કેટલાક સમયથી જાેઈ રહ્યા છો કે યોગી સરકારની પોલીસ ઉત્તરપ્રદેશમાં ત્રાસવાદીઓ પર કચવાટ ચલાવી રહી છે, ઘણા તોફાનીઓ ઉત્તરપ્રદેશ છોડીને અન્ય રાજ્યોમાં સ્થાયી થયા છે, ત્યારે હવે જાેવાનું એ છે કે આગામી સમયમાં યોગી સરકારની આ પ્રક્રિયા ક્યાં જઈને સમાપ્ત થાય છે.