મારા પતિ મેહુલ ચોકસીને બદનામ કરાઈ રહ્યા છે : પ્રીતિ ચોકસી
નવીદિલ્હી: પંજાબ નેશનલ બેન્ક કોભાંડનો આરોપી મેહુલ ચોકસી હાલ ડોમિનિકાની જેલમાં છે. આ દરમિયાન મેહુલની ક્થિત ગર્લફ્રેન્ડ બાર્બરા જેબરિકાના આરોપ પર મેહુલની પત્ની પ્રીતિ પતિના બચાવમાં ઊતરી આવી છે. જેબરિકાએ બે દિવસ પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં મેહુલ પર નકલી આઈડેન્ટિટી જણાવવાનો અને કિડનેપિંગની જુઠ્ઠી થિયરી રચવા જેવા આરોપ લગાવ્યા હતા. આ અંગે ગુરુવારે પ્રીતિએ જવાબ આપ્યો છે. પ્રીતિનું કહેવું છે કે તેમના પતિને બદનામ કરવામાં આવી રહ્યા છે.
જેબરિકાના આરોપ અને પ્રીતિના જવાબ- જેબરિકાઃ મેહુલ સાથે જ્યારે વાતચીત શરૂ થઈ તો તેણે પોતાનું નામ રાજ જણાવ્યું હતું. પ્રીતિઃ એક બાળક પણ ઈન્ટરનેટ પર પોતાની આઈન્ડેટિટી ચેક કરે છે. ગૂગલ સર્ચ અને સોશિયલ મીડિયા પર તેને થોડી જ સેકન્ડ્સમાં જાણી શકાય છે.
જેબરિકાઃ ગત વર્ષેના ઓગસ્ટથી આ વર્ષના એપ્રિલની વચ્ચે મેહુલ હંમેશાં મેસેજ કર્યા કરતો હતો, જાેકે મેં તેને એક કે બે વખત જ રિપ્લાય આપ્યો. પછી આ વર્ષે એપ્રિલ-મેની વચ્ચે અમારી વાતચીત વધી. પ્રીતિઃ વ્હોટ્સએપ મેસેજને ફોટોશોપ જેવા સોફ્ટવેર દ્વારા કેન્ટેન્ટને બદલીને સરળતાથી બનાવી શકાય છે. જે મેસેજ વાઈરલ થઈ રહ્યા છે એ તેમના જ છે, એના કોઈ પુરાવા નથી.
જેબરિકાઃ મેહુલની કિડનેપિંગની થિયરી ખોટી છે. મેહુલે મને આગામી વખતે ક્યુબામાં મળવાનું કહ્યું હતું. તે ક્યુબા ભાગવાની ફિરાકમાં જ હતો. પ્રીતિઃ તે ખોટી માહિતી આપીને પોતાની છબિને ખરાબ કરવાનું રિસ્ક શા માટે લેશે. આ સિવાય તે એ લીન્કનો ખુલાસો શા માટે કરશે, જેનાથી તેની થિયરી નિષ્ફળ થઈ જાય? મારી પત્નીને બદનામ કરવા માટે ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. આ સ્ટેટ(ડોમિનિકા)ની સ્પોન્સર્ડ સ્કીમ છે, જે ખોટી છે.
પ્રીતિએ એ સવાલ પણ કર્યો કે જેબરિકા કોઈને પોતાનું લોકેશન કહી રહી નથી. એવામાં તેની વાતો પર કઈ રીતે ભરોસો મૂકી શકાય? મેહુલ ચોકસી એન્ટિગુઆ-બારબુડામાં રહી રહ્યો હતો. જાેકે ૨૩ મેના રોજ તે અચાનક ગુમ થઈ ગયો અને બે દિવસ પછી ડોમિનિકામાં પકડાયો હતો. ચોકસીનો દાવો છે કે તે પોતાની ગર્લફ્રેન્ડ બાર્બરા જેબરિકાની સાથે હતો. તેનું અપહરણ કરવામાં આવ્યું. કિડનેપર્સે તેને માર્યો હતો, જાેકે સમગ્ર ઘટના દરમિયાન જેબરિકાએ તેની કોઈ મદદ કરી ન હતી. એના પરથી સ્પષ્ટ થાય છે કે તે અપહરણના ષડયંત્રમાં સામેલ હતી.