વેક્સિન સર્ટીફિકેટમાં નામમાં ભૂલના કારણે વિદેશ પ્રવાસ આયોજનો પડતા મુકવાનો વારો

(એજન્સી) અમદાવાદ, સરકાર દ્વારા કોવિડ-૧૯ની મહામારી સામે રક્ષણ મેળવવા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રસી આપવામાં આવે છે અને વિદેશ પ્રવાસ કરનારા માટે વેક્સિન લેવી ફરજીયાત છે. પરંતુ વેક્સિનના બે ડોઝ લેનારને આપવામાં આવતા સર્ટીફિકેટમાં વ્યક્તિના નામમાં ભૂલ-છબરડા જાેવા મળે છે. અને તેના કારણે વિદેશ પ્રવાસ કરનારાઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આમ, રસી લીધા પછી વ્યક્તિના નામમાં ભૂલને કારણે કેટલાંક નાગરીકોને વિદેશ જનાર દંડાયછે. શહેરમાં આ પ્રકારે રસી લીધા પછી પણ આપવામાં આવતા વેકસિાનેશ સર્ટીફિકેટમાં નામમાં તફાવત ભૂલને કારણે કેટલાંક લોકોએ પોતાના વિદેશ પ્રવાસના આયોજન પડતા મુકાયા છે.ર૬ વર્ષના પિંકી એ.કાપડીયા નાના રહીશને આ પ્રકારની ભૂલનો ભોગ બનવુ પડ્યુછે. મિકી કાપડીયાના દિકરીનો અમેરીકા અને કેનેડામાં સેટલ થઈ છે.
મિકી એ.કાપડીયાએ પોતાનું આઈ.ડી.પૃફ રજુ કરીને રસીનો પહેલો ડોઝ સાલ હોસ્પીટલમાં લીધો હતો. અને છ સ્પ્તાહ પછી બોપલની સરસ્વતિ હોસ્પીટલમાંરસીનો બીજાે ડોઝ લીધો હતો. અને મિકીએ કાપડીયાએ રસીનો બીજાે ડોઝલીધા પછી મળેેલા સર્ટીફિકેટમાં પોતાના નામમાં ભૂલ જાેતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.
આ પ્રકારે નામમાં છબરડો, ભૂલ હોવાનું ધ્યાન પર આવતા પ્રથમ ડોઝ લીધો હતો એ વેક્સિનેશન સેન્ટરમાં કદાચ નામમાં ભૂલ થઈ હોવાનુૃં માનવામાં આવે છે. પરંતુ રસીના સર્ટીફિકેટમાં ખોટુ નામ દર્શાવાયુ હોવાથી તેમના વિદેશ પ્રવાસ આયોજન ટલ્લે ચઢે એવી શક્યતાને કારણે તેઓ ચિંતીત છે.
આ પ્રકારે રસી લીધા પછી સર્ટીફિકેટ ના દર્શાવાતા નામમાં ભૂલ કેવી રીતે સુધારવી એ અંગેની પ્રોસેસ જાણતા ન હોવાથી તેમણે સરકારી હેલ્પલાઈન નં.૧૦૭પ ઉપર ફોન કર્યો હતો. પરંતુ તેમને પણ આ ભૂલ કેવી રીતે સુધારવી તેની ખબર નહોતી. આથી વેક્સિન સર્ટીફિકેટમાં નામમાં સુધારો કરાવવા તેઓ સરસ્વતિ હોસ્પીટલ ગયા હતા. એએમસીના અર્બન હેલ્થ સેન્ટરમાં પણ કોઈને ભૂલ સુધારવાની ખબર નહોતી.
૧૦૭પની ટીમે દિલ્હી સતાવાળાઓ નો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. પરંતુ દિલ્હીથી પણ કોઈ સાનુકૂળ પ્રતિસાદ મળ્યો નહોતો. આમ, વેક્સિન સર્ટીફિકેટમાં નામમાં ભૂલ સુધારવા માટેના તેમના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. એએમસી હેલ્થ અધિકારીએ કહ્યુ હતુ કે કો-વીનમાં નામમાં સુધારોક રવાનું કામ ખુબ જ અઘરૂ છે. આ મુદ્દે અમને રાજ્ય સરકારની આઈટી ટીમનું ધ્યાન દોર્યુ છે અનેતેઓ આ મુદ્દો કેન્દ્ર સરકાર સમક્ષ રજુ કરશે.