મંદિરમાં દર્શન કરવા ગયેલો છાબડા ફેન્સથી ઘેરાયો
મુંબઈ: પારસ છાબડા, કે જેને બિગ બોસ ૧૩થી નામના મળી હતી, તે હાલમાં વૃંદાવનમાં આવેલા બાંકે બિહારી મંદિરમાં દર્શન કરવા માટે ગયો હતો. જ્યાં તે ફેન્સથી ઘેરાઈ ગયો હતો. એક્ટર તેની માતાને મૂકવા માટે તેના વતન વૃંદાવન ગયો હતો. જાે કે, તેને થોડી ખબર હતી કે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ પર તેની હાજરીથી ફેન્સ એટલી હદે ઉત્સાહિત થઈ જશે. પારસ છાબડા મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો હોવાની જાણ થતાં જ ફેન્સ તેની ઝલક મેળવવા માટે ત્યાં પહોંચી ગયા હતા. પારસ જ્યારે પ્રખ્યાત બાંકે બિહારી મંદિરમાં ભગવાન અને મહંતના આશીર્વાદ લેવા માટે પહોંચ્યો ત્યારે તેને થયું હતું કે, તેના ફેન્સને તેની સરપ્રાઈઝ વિઝિટ વિશે જાણ નહીં હોય.
પરંતુ તે જેવો મંદિરમાં પ્રવેશ્યો કે તરત તેના કેટલાક ફેન્સ પણ તેને મળવા માટે પહોંચી ગયા હતા. ફેન્સને જાેઈને પારસ છાબડાએ બચીને ભાગવાનો પ્રયાસ કર્યો નહોતો. ઉપરથી ફેન્સનો પ્રેમ જાેઈને તેણે તમામ સાથે મંદિરની અંદર જ સેલ્ફી પડાવી હતી. પારસ છાબડાના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પારસ અને તેની માતા વર્ષોથી મંદિરના મહંતને ઓળખે છે. પારસ ત્યાંના મહંતો માટે પ્રિયજન છે. જ્યારે પારસ તેની માતાને વૃંદાવન મૂકવા માટે ગયો ત્યારે ભગવાનના આશીર્વાદ લેવાની તક ચૂક્યો નહોતો. દરેક મહંતે ઉમળકાભેર તેનું સ્વાગત કર્યું હતું
પારસ મંદિરમાં હોવાની જાણ થતાં જ ત્યાં લોકો ઉમટ્યા હતા. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, પારસ ઘણા મ્યૂઝિક વીડિયોમાં કામ કરી ચૂક્યો છે. આ સિવાય તેણે વિઘ્નહર્તા ગણેશ, કર્ણ સંગિની અને બઢો બહુ જેવા શો પણ કર્યા છે. પારસ છાબડાની વાત કરીએ તો, તેણે હાલમાં જ એક મોંઘીદાટ કાર ખરીદી છે. તેને કારનો શોખ છે. પારસના કાર કલેક્શનમાં એક બીએમડબલ્યુ કાર તો હતી જ, હવે તેમાં નવી કાર ઉમેરાઈ ગઈ છે. તેણે પોતાના કલેક્શનમાં એસયુવી સીરિઝ બીએમડબલ્યુ ઠ૫ કાર શામેલ કરી છે. તેણે અપગ્રેડેડ વર્ઝનની આ નવી કાર ખરીદી છે.