Western Times News

Gujarati News

નિધિ ભાનુશાળી ગુજરાતના કોઈ ગામડામાં જાેવા મળી

મુંબઈ: જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનો રોલ પ્લે કરી ચૂકેલી એક્ટ્રેસ નિધિ ભાનુશાળી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં જ નિધિ ભાનુશાળીએ તેના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર ગુજરાતના કેટલાંક ફોટોગ્રાફ્સ અને વિડીયો શેર કર્યો છે. આ ફોટોગ્રાફ્સમાં નિધિ ભાનુશાળી ગુજરાતના કોઈ ગામડામાં જાેવા મળી રહી છે. નોંધનીય છે કે નિધિ ભાનુશાળીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં વર્ષ ૨૦૧૨થી ૨૦૧૯ સુધી સોનુનો રોલ ભજવ્યો હતો. નિધિ ભાનુશાળીએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર ગુજરાતના ગામડાનો ફોટોગ્રાફ શેર કરતા લખ્યું કે, ‘સૂર્યાસ્તની પાછળ દોડતા-દોડતા અમે ગુજરાતના આ નાનકડા સુંદર ગામડાના ખેતરમાં આવી પહોંચ્યા હતા.

ગુજરાતના આ ગામના લોકોના આગ્રહથી અમે સવાર સુધી અહીં રોકાયા અને સૂવા માટે અમને ખાટલા અને દૂધ આપ્યું હતું કે જે અહીંની સ્પેશ્યાલિટી છે. અહીં અમે લાખો તારાથી ભરેલા ખુલ્લા આકાશ નીચે શાંતિથી સૂઈ ગયા હતા. અહીંના લોકો પણ ખૂબ દયાળુ હતા.

અમે સવારનો સૂરજ જાેયો. મળતી માહિતી મુજબ, નિધિ ભાનુશાળી લગભગ એક અઠવાડિયા પહેલાં પોતાના મિત્ર તથા ડૉગ સાથે રોડ ટ્રિપ પર નીકળી હતી. તે મુંબઈથી આ રોડ ટ્રિપ પર નીકળી હતી. તે ગુજરાત તરફ નીકળી પડી છે. ત્યાંથી તે રાજસ્થાન થઈને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાંથી પસાર થઈને હિમાચલ તરફ આગળ વધશે. આ ટ્રિપ દરમિયાન તે અનેક વીડિયો બનાવશે અને ફેન્સ માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.