વિકી કૌશલે સલમાનની સામે કેટને પ્રપોઝ કર્યું હતું
મુંબઈ: વિકી કૌશલ અને કેટરીના કૈફ, બોલિવુડના એવા બે લવબર્ડ્સ છે જેઓ ખૂબ ચર્ચામાં છે. ગયા વર્ષથી જ બંનેની ડેટિંગની ખબરોએ જાેર પકડ્યું હતું. રણબીર કપૂર સાથે બ્રેકઅપ કર્યા બાદ કેટરીના કૈફ સિંગલહૂડ એન્જાેય કરી રહી હતી. તેવામાં વિકી સાથેની વધતી મિત્રતાએ ફેન્સને ઉત્સાહિત કરી દીધા. ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ બાદ વિકી કૌશલના સ્ટારડમનો ગ્રાફ ઝડપથી ઉપર ગયો છે. વિકી ઘણીવાર કેટરીનાને મળવા જતો જાેવા મળ્યો હતો, પરંતુ તે કેમેરાથી બચી શક્યો નહીં. હવે હર્ષવર્ધન કપૂરે પણ તે પુષ્ટિ કરી છે
વિકી અને કેટરીના સાથે છે. પરંતુ શું તમે જાણો છો કે બંનેના અફેરની શરૂઆત કેવી રીતે થઈ હતી? અને વિકી કૌશલ એકવાર મજાક-મજાકમાં સલમાન ખાનની સામે કેટરીનાને લગ્ન માટે પણ પ્રપોઝ કરી ચૂક્યો છે. બુધવારે અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન કપૂર આખો દિવસ સમાચારમાં છવાયેલો રહ્યો હતો. ઈન્ટરવ્યૂમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કેટરીના અને વિકી રિલેશનશિપમાં છે. બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હર્ષવર્ધનને પૂછવામાં આવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીની કઈ અફવા એવી છે,
જે તેને સાચી લાગે છે અથવા પીઆર સ્ટંટ. હર્ષવર્ધને તેના જવાબમાં કહ્યું હતું કે, ‘વિકી કૌશલ અને કેટરીના કૈફ સાથે છે અને આ સત્ય છે’. તેણે આગળ તેમ પણ કહ્યું હતું કે, આ ખુલાસો તેના પર ભારે પડવાનો છે. વિકી કૌશલ અને કેટરીના કૈફના અફેરમાં કરણ જાેહરનો મોટો ફાળો છે. કરણ ડિરેક્ટર અને પ્રોડ્યૂસર હોવાની સાથે-સાથે ગ્રાન્ડ પાર્ટી હોસ્ટ કરવા માટે પણ જાણીતો છે. વિકી અને કેટરીનાને તેની પાર્ટીઓમાં સામેલ થતા જાેયા છે. ૨૦૧૮માં કરણ જાેહરના ચેટ શોમાં પહોંચેલી કેટરીનાને પૂછવામાં આવ્યું હતું
કયા એક્ટરની સાથે તેની જાેડી સારી લાગશે? જેના પર તેણે વિકી કૌશલનું નામ લીધું હતું. તેના પછીના એપિસોડમાં વિકી કૌશલ અને આયુષ્માન ખુરાના મહેમાન બન્યા હતા. ત્યારે કરણ જાેહરે વિકીને કેટરીનાના આ નિવેદન વિશે જણાવ્યું હતું. જેના પર પ્રતિક્રિયા આપતાં એક્ટરે કહ્યું હતું કે, તે ખુશીથી બેભાન થઈ જશે.