વિશાલે શેર કરી સના મકબૂલ સાથેની રોમાન્ટિક તસવીરો
મુંબઈ: કેપ ટાઉનમાં ખતરોં કે ખિલાડીની ૧૧મી સીઝનનું શૂટિંગ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. શૂટિંગ દરમિયાન સ્ટંટની સાથે સાથે વાતાવરણમાં પ્રેમનો રંગ પણ ભળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. શોના સેટ પરથી અમુક તસવીરો સામે આવી છે, જે જાેઈને ફેન્સને લાગી રહ્યું છે કે સના મકબૂલ અને વિશાલ આદિત્ય સિંહ વચ્ચે કંઈક તો ચાલી રહ્યું છે. આ તસવીરો પર નિક્કી તંબોલીની કમેન્ટે આગમાં ઘીનું કામ કર્યું છે. કુલ્ફી કુમાર બાજેવાલા અને બિગ બૉસ ફેમ વિશાલ આદિત્ય સિંહે ઈન્સ્ટાગ્રામ પર સના સાથેની ચાર અત્યંત સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બન્નેના ચહેરા પર સ્મિત જાેવાલાયક છે
તેઓ આંખોથી એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. વિશાલે આ તસવીરોને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, આયત કી તરહ. નિક્કી તંબોલીએ કમેન્ટમાં સના અને વિશાલને ટેગ કરીને લખ્યું છે કે, ઉફ્ફ, લવ ઈઝ ઈન ધ એર. નિક્કી સિવાય અભિનવ શુક્લાએ પણ કમેન્ટ કરી છે, પરંતુ તેની કમેન્ટ ફની છે. તેણે લખ્યું છે કે, ભાઈ તારો ચહેરો ફરિયાદ કરતો હોય તેવો કેમ છે? વિશાલે આ પહેલા ઈન્સ્ટાગ્રામ પર નિક્કી સાથેની એક તસવીર પણ શેર કરી હતી જેના કેપ્શનમાં લખ્યુ હતું
ધ મન્ડે ગર્લ વિથ અ સન્ડે બોય. ખતરોં કે ખિલાડીની આ સીઝનમાં અનેક દિગ્ગજ સેલેબ્સ પહોંચ્યા છે. વિશાલ આદિત્ય સિંહ, સના મકબૂલ, અભિનવ શુક્લા, નિક્કી તંબોલી, દિવ્યાંકા ત્રિપાઠી, અર્જુન બિજલાણી, રાહુલ વૈદ્ય, અનુષ્કા સેન, શ્વેતા તિવારી અને વરુણ સુદ પણ ભાગ લઈ રહ્યા છે. શૂટિંગ કેપ ટાઉનમાં ચાલી રહ્યું છે અને શક્ય છે કે જુલાઈ મહિનામાં આ શૉ ટીવી પર પ્રસારિત કરવામાં આવશે.