જેનેલિયા ડિસૂઝાએ રિતેશ દેશમુુખને ઉલ્લુ બનાવ્યો!
મુંબઈ: રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા બોલિવુડના સૌથી પોપ્યુલર કપલ પૈકીના એક છે. રિતેશ અને જેનેલિયા સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની મસ્તી કરતી અને લવી-ડવી પોસ્ટ દ્વારા ફેન્સને મનોરંજન પૂરું પાડતા રહે છે. અમુક વિડીયોમાં રિતેશ અને જેનેલિયા એકબીજા પર પ્રેમ વરસાવતા જાેવા મળે છે તો અમુકમાં બંને પ્રેન્ક કરતાં જાેવા મળે છે. આવો જ એક વિડીયો રિતેશે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે જાેઈને હસવું નહીં રોકી શકો. આ વિડીયોમાં રિતેશ અને જેનેલિયા સોફા પર બેઠા છે અને એકબીજાના ખભા પર હાથ મૂકેલો દેખાય છે. વિડીયોમાં જેનેલિયા અને રિતેશ બંને રોમાન્ટિક મૂડમાં દેખાય છે.
પહેલા જેનેલિયા રિતેશના ગાલ પર કિસ કરે છે બાદમાં રિતેશ ખભે મૂકેલા જેનેલિયાના હાથને કિસ કરે છે. પછી જેનેલિયા ત્યાંથી ઊભી થઈને જતી રહે છે પણ ત્યાં જ રિતેશને અહેસાસ થાય છે કે તેના ખભા પર હજી પણ હાથ છે. તરત જ ડાયરેક્ટર મિલાપ ઝવેરી સોફા પાછળથી સરપ્રાઈઝ એન્ટ્રી કરે છે. મિલાપ સોફા પાછળ છુપાયેલો હતો અને ત્યારપછી શું થાય છે તે જાણવા માટે વિડીયો જાેઈ લો.
આ વિડીયોમાં આઉલ ઝર્થનું ગીત પુટ યોર હેડ ઓન માય શોલ્ડર વાગતું સંભળાય છે. રિતેશે વિડીયો શેર કરતાં લખ્યું હતું, મિલાપ ઝવેરીએ હાથનું કામ કર્યું છે.” આ વિડીયો રિતેશે શેર કરતાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા, રેમો ડિસૂઝા, પુલકિત સમ્રાટ જેવા સેલેબ્સે લાફિંગ ઈમોજી દ્વારા કોમેન્ટ કરી હતી. રિતેશ-જેનેલિયાનો આ વિડીયો ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહ્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો, રિતેશ દેશમુખ છેલ્લે ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ ‘બાગી ૩’માં જાેવા મળ્યો હતો. હવે અક્ષય કુમાર અને ક્રિતી સેનન સાથે ફિલ્મ ‘બચ્ચન પાંડે’માં જાેવા મળશે. બીજી તરફ જેનેલિયા ડિસૂઝા લાંબા સમયથી ફિલ્મી પડદેથી ગાયબ છે.