પેટ્રોલનાં દરમાં ૨૯ પૈસાનો અને ડીઝલનાં દરમાં ૨૮ પૈસાનો વધારો
નવીદિલ્હી: દેશમાં કોરોનાનાં કેસ હવે ઝડપથી ઘટી રહ્યા છે. પરંતુ બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે પેટ્રોલનો ભાવ આકાશને સ્પર્શે તેટલો થઇ ગયો છે. એક દિવસના વિરામ બાદ આજે ડીઝલ પેટ્રોલના ભાવ બદલાયા છે. આજે પેટ્રોલનાં દરમાં ૨૯ પૈસાનો વધારો થયો છે. વળી ડીઝલનાં દરમાં ૨૮ પૈસાનો વધારો થયો છે.
આપને જણાવી દઈએ કે ગુરુવારે ક્રૂડ ઓઇલનાં ભાવમાં નરમાશ જાેવા મળી હતી, જે પછી આજે એટલે કે ૧૧ જૂને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૫.૮૫ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર ૮૬.૭૫ રૂપિયા પર પહોંચી ગઈ છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે પેટ્રોલની કિંમતમાં લગભગ ૧૪ ટકાનો વધારો થયો છે. વળી પેટ્રોલનાં ભાવમાં ૨૫-૨૯ પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં ૨૭-૩૦ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે.
આજે શુક્રવાર, ૧૧ જૂન, ૨૦૨૧ નાં રોજ, દેશનાં વિવિધ શહેરોમાં પેટ્રોલનાં ભાવમાં ૨૫-૨૯ પૈસા પ્રતિ લિટર અને ડીઝલનાં ભાવમાં ૨૭-૩૦ પૈસાનો વધારો થયો છે. જ્યારે ગઈકાલે પેટ્રોલનો દર અને ડીઝલનો દર સ્થિર હતો.દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાેઇએ તો દિલ્હી- પેટ્રોલ ૯૫.૮૫ રૂપિયા અને ડીઝલ ૮૬.૭૫ રૂપિયા પ્રતિ લીટર છે.,મુંબઈ- પેટ્રોલ ૧૦૧.૦૪ રૂપિયા અને ડીઝલ ૯૪.૧૫ રૂપિયા પ્રતિ લીટર છે.,ચેન્નઈ- પેટ્રોલ ૯૭.૧૯ રૂપિયા અને ડીઝલ ૯૧.૪૨ રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ ૯૫.૮૦ રૂપિયા અને ડીઝલ ૮૯.૬૦ રૂપિયા પ્રતિ લીટર છે.