Western Times News

Gujarati News

અમદાવાદમાં દુકાનદારો માટે વેક્સીનેશન કમ્પલસરી કરાયું

FIles Photo

અમદાવાદ: અમદાવાદમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. આજથી અમદાવાદમાં છૂટછાટ મુજબ મંદિર, મોલ, બગીચાઓ ખૂલી ગયા છે. કોરોના સંક્રમણને લઈને અમદાવાદ કલેક્ટરનું જાહેરનામું પાડવામાં આવ્યું છે. જે મુજબ અમદાવાદમાં શાકભાજી, દુકાનદારો, ચા વાળા, લારીવાળા, હોટલવાળા માટે વેક્સીન મૂકાવવી કમ્પલસરી કરાઈ છે.

વેક્સીન અને આરટીપીસીઆર ટેસ્ટને લઈને સુપરસ્પ્રેડરની સંખ્યા ન વધે તે માટે અમદાવાદ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદમાં હવેથી શાકભાજી, દુકાનદારો, ચા વાળા, લારીવાળા, હોટલવાળા માટે આ જાહેરનામાનું અમલીકરણ કરવામાં રહેશે. આ તમામ લોકોએ શક્ય એટલા વહેલી તકે રસી લેવાની રહેશે. અને જાે રસી ન લીધી હોય તો ૧૦ દિવસ જૂનું ના હોય તેવું ઇ્‌-ઁઝ્રઇ નો રિપોર્ટ સાથે રાખવો પડશે.

આ તમામ વેપારીઓએ સક્ષમ અધિકારીઓને રસી લીધાનું સર્ટિફિકેટ કે આરટીપીસીઆર ટેસ્ટ બતાવવાનો રહશે. આજ રાત ૧૨ વાગ્યાથી આ જાહેરનામાનું અમલીકરણ થશે. પોલીસ અધિકારીઓ નગરપાલિકાના અધિકારીઓ અમલીકરણ કરાવશે. મહાનગર પાલિકા સિવાયના જિલ્લા વિસ્તારમાં આ જાહેરનામુ લાગુ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.