ગોધરાઃનિરંકારી સંત્સગ ભવન ખાતે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો
ગોધરા, ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં આવેલા સંત નિરંકારી મિશન ગોધરા બ્રાંચ અને પંચમહાલ જિલ્લા આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે રસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતૂ,જેમા લોકોએ હવે સ્વંય જાગૃત બનીને રસી મૂકાવી હતી.
ગોધરા ખાતે નિરંકારી સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદ દ્વારા ગોધરા નિરંકારી સત્સંગ ભવન ખાતે કોરોના રસીકરણ સેન્ટરમાં ૧૮ થી ૪૪ વર્ષ સુધીના નાગરિકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યૂ હતૂ, જેનું ઉદઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી અને ગોધરા નિરંકારી બ્રાન્ચના સંયોજક વિદ્યાદેવીજી નિરંકારી ના હસ્તે કરવામાં આવ્યું. જેમાં ડોક્ટરની ટીમ પણ હાજર રહી હતી.
દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી એ જણાવ્યું કે, સંત નિરંકારી મિશન સમાજસેવાના કાર્યો માટે હર-હમેંશ તત્પર હોય છે. સરકાર ની ગાઈડલાઈન મુજબ આજથી કોરોના રસીકરણ સેન્ટર ગોધરા નિરંકારી સત્સંગ ભવન ખાતે ઉભુ કરવામાં આવ્યું.જેમાં અંદાજે રોજના ૨૦૦ જેટલા લોકોને કોરોના રસી આપવામાં આવશે. જેનું રજીસ્ટ્રેશન ઓનલાઇન નોંધાવી શકશે.