Western Times News

Gujarati News

ભારતના ગૃહ મંત્રાલયની 100 દિવસની સિદ્ધિઓ

File photo

જમ્મુ અને કાશ્મીરઃ સસંદની ભલામણ સાથે ભારતીય બંધારણની કલમ 370 (3) હેઠળ ભારતનાં રાષ્ટ્રપતિ દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું, જેથી કલમ 370ની તમામ જોગવાઈઓ રદબાતલ થઈ હતી તેમજ જમ્મુ અને કાશ્મીરનાં બંધારણમાં સામેલ કોઈ પણ જોગવાઈ હોવા છતાં ભારતીય બંધારણની તમામ જોગવાઈઓ કોઈ પણ પ્રકારનાં સુધારાવ-ધારા કે અપવાદ વિના લાગુ થશે અને કાર્યરત થશે. સંસદે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2019 પસાર કર્યું તથા ભારતનાં રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી, જેનાં પરિણામે જમ્મુ અને કાશ્મીર રાજ્યની વિધાનસભા સાથે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ તથા લદ્દાખ વિધાનસભા વિનાનો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો.

જમ્મુ અને કાશ્મીર અનામત (સંશોધન) ધારો, 2019 સંસદે પસાર કર્યો હતો. એનાં પરિણામે નિયંત્રણ રેખા (એલઓસી)ની નજીક રહેતાં લોકોને સેવાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વગેરેમાં 3 ટકા અનામતનો મળતો લાભ હવે જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ (આઇબી)ની નજીક રહેતાં લોકોને પણ મળશે.
આતંકવાદનો સામનોઃ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કાયદો, 2008માં 2 ઓગસ્ટ, 2019નાં રોજ સુધારો કરવામાં આવ્યો હતો, જેથી આતંકવાદની સમસ્યાનો વધારે અસરકારકતા સાથે સામનો કરી શકાય.
(એ) એનઆઇએને ભારતની બહાર ભારતીય મિલકત/નાગરિકો પીડિત હોય એવી આતંકવાદી ઘટનાઓનાં સંબંધમાં અપરાધોની તપાસ માટે વધારે ભૌગોલિક કાર્યક્ષેત્ર સાથે સક્ષમ બનાવવામાં આવી છે,
(બી) એનઆઇએનાં શિડ્યુલમાં નવા અપરાધો એટલે કે વિસ્ફોટક સામગ્રીઓ, માનવીય તસ્કરી, પ્રતિબંધિત શસ્ત્રોનું નિર્માણ/વેચાણ અને સાયબર આતંકવાદ વગેરેને સામેલ કરીને એની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) ધારો, 1967ને 14 ઓગસ્ટ, 2019નાં રોજ સુધારવામાં આવ્યો હતો, જે નીચે મુજબ છેઃ
(એ) ડીજી (એનઆઇએ)ને એનઆઇએ દ્વારા તપાસ થતાં કેસોમાં આતંકવાદની કામગીરીરઓનું પ્રતિનિધિત્વ કરતી મિલકત જપ્ત કરવા/ટાંચમાં લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.(બી) કેન્દ્ર સરકારને કોઈ પણ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો.
(સી) એનઆઇએનાં ઇન્સ્પેક્ટર્સ યુએપીએનાં પ્રકરણ-4 અને 6 હેઠળ અપરાધોની તપાસ કરવાનો અધિકાર ધરાવે છે.
(ડી) એનાં બીજા શિડ્યુલમાં ‘ધ કન્વેન્શન ઓફ ધ ફિઝિકલ પ્રોટેક્શન ઓફ ન્યૂક્લીઅર મટિરિયલ (2005) એન્ડ ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર સપ્રેશન ઓફ એક્ટ્સ ઓફ ન્યૂક્લીઅર ટેરરિઝમ (2005)’ સહિત આંતરરાષ્ટ્રીય નીતિનિયમોનું પાલન.

સાયબર અપરાધ નિયંત્રણઃ
નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (www.cybercrime.gov.in) પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા વિના તમામ પ્રકારનાં સાયબર અપરાધો નોંધાવવા માટે નાગરિકને સુવિધા આપવા નાગરિક કેન્દ્રિત પહેલ તરીકે શરૂ કરવામાં આવી છે. આ પોર્ટલ પર ફરિયાદો કાયદા મુજબ ઉચિત કામગીરી કરવા માટે સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની કાયદા અમલીકરણ સંસ્થાઓને ઓનલાઇન મળે છે.

માનવાધિકારોનું રક્ષણઃ માનવાધિકારોનાં રક્ષણનો ધારા, 1993માં 02.08.2019નાં રોજ સુધારો કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ દેશમાં માનવાધિકારોનાં રક્ષણ માટે સંસ્થાગત માળખું મજબૂત કરવાનો છે. ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસી ગયેલા લોકોની ઓળખ અને તેમનો નિકાલ નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (એનઆરસી), અસમ 31.8.2019નાં રોજ પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેનાં પગલે ગેરકાયદેસર રીતે દેશમાં ઘુસી ગયેલા લોકોની ઓળખ કરવા અને તેમનાં નિકાલની વ્યવસ્થા ઊભી થઈ છે.  1000 વધારાનાં ફોરેન ટ્રિબ્યુનલ્સ (એફટી) સ્થાપિત કરવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.



આપત્તિ નિવારણઃ

ઇન્ટરનેશનલ કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ)ની સ્થાપના – પ્રધાનમંત્રી 23 સપ્ટેમ્બર, 2019નાં રોજ ન્યૂયોર્કમાં યુએન ક્લાઇમેટ એક્શન સમિટ દરમિયાન સીડીઆરઆઈ લોંચ કરશે.
વસતિગણતરી એપ અને વસતિગણતરી પોર્ટલ શરૂ કરાયું
12.08.2019થી પ્રી – ટેસ્ટ ડેટા કલેક્શન માટે મોબાઇલ એપ શરૂ કરવામાં આવી છે, જેને ગૂગલ પ્લે સ્ટોર પર રીલિઝ કરવામાં આવી છે. સેન્સસ મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ પોર્ટલ (સીએમએમપી) કાર્યરત થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.