અમે સત્તા પર આવીશું તો‘કાશ્મીરમાં ફરી ૩૭૦ લાગૂ કરીશુ : દિગ્વિજય સિંહ
નવીદિલ્હી: પોતાના નિવેદનોને લઈને હંમેશા સમાચારમાં રહેનારા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે એકવાર ફરી ભાજપના નિશાના પર આવ્યા છે.દિગ્વિજય સિંહના ક્લબ હાઉસ ચેટ દરમિયાન કથિત રીતે કહેવામાં આવ્યું છે કે જાે કોંગ્રેસ સત્તામાં આવશે તો જમ્મુ કાશ્મીરમાં ફરી આર્ટિકલ ૩૭૦ લાગૂ કરવા પર વિચાર કરવામાં આવશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચેટમાં એક પાકિસ્તાની પત્રકાર હાજર હતા.
આ મામલા પર હવે ભાજપના નેતા અમિત માલવિયાએ ક્લબ હાઉસ ચેટનો એક ભાગ ટિ્વટર પર શેર કરતા દિગ્વિજય સિંહ પર નિશાનો સાધ્યો છે . અમિત માલવીયાએ ટ્વીટ કરતા લખ્યું કે ક્લબ હાઉસ ચેટમાં રાહુલ ગાંધીના વરિષ્ઠ સહયોગી દિગ્વિજય સિંહ એક પાકિસ્તાની પત્રકારને કહે છે કે જાે કોંગ્રેસ સરકાર સત્તામાં આવે છે તો તે આર્ટિકલ ૩૭૦ને ફરી અમલમાં મુકવાના ર્નિણય પર પુનવિચાર કરી શકે છે. ખરેખર ? આજ તો ઈચ્છે છે પાકિસ્તાન…’
દિગ્વિજય સિંહની ક્લબ હાઉસ ચેટ લીક થયા બાદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વાયરલ ચેટ ટ્વીટ કરતા કહ્યુ કે કોંગ્રેસનો પહેલા પ્રેમ પાકિસ્તાન છે.
દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીનો સંદેશ પાકિસ્તાન સુધી પહોંચાડ્યો છે. કોંગ્રેસ કાશ્મીરે હડપવામાં પાકિસ્તાનની મદદ કરશે. દિગ્વિજય સિંહ પર નિસાન સાધતા કહ્યુ કે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે પાકિસ્તાનના પત્રકારના પુછવા પર દિગ્વિજય સિંહ મોદીથી છુટકારો મેળવવા અને કાશ્મીર નીતિ પર રહે છે કે જાે કોંગ્રેસ સત્તા પર આવે છે તો તે કલમ ૩૭૦ પર ફરી વિચાર કરી શકે છે. તેમણે હિન્દુ કટ્ટરપંથીનો ઉલ્લેખ કર્યો. કોંગ્રેસ રાષ્ટ્રવિરોધીઓની કલબ હાઉસ છે.