વાગરાના યુવાનની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો

પત્નીના લગ્નેત્તર સંબંધનો અંત લાવવા પતિએ પ્રેમી સતીષ વાળંદની હત્યા કરી.
પતિ શશીકાંતે પત્નીના પ્રેમીને મળવા બોલાવી ચપ્પુના ઘા ઝીકી મોત ને ઘાટ ઉતારી દીધો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચના દેરોલ નજીક વાગરાના યુવાનની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીની અટકાયત કરી છે.પત્નીના લગ્નેત્તર સબંધની શંકાએ હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું.
બે દિવસ પૂર્વે ભરૂચ તાલુકાના દેરોલ ગામની સીમમાં આવેલ સિકોતર માતાના મંદિરની બાજુની બાવળમી ઝાડીમાં અજાણ્યા ઈસમની અગમ્ય કારણોસર તિક્ષણ હથિયાર વડે ઉપરાંછાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.હત્યા કરેલ યુવાની લાશ મળી આવતા તે વાગરાના સતીષ વાળંદની હોવાનું જણાઈ આવ્યું હતું. આ ચકચારી હત્યાના બનાવમાં ભરૂચ એલ.સી.બી અને સ્થાનિક પોલીસની ટીમ સાથે તાત્કાલિક બનાવ બનેલ જગ્યાએ પહોંચીને તપાસ હાથધરી હતી.
તપાસ દરમ્યાન હ્યુમન એન્ડ ટેક્નિકલ ઈન્ટેલીજન્સ થી જાણવા મળેલ કે ભરૂચની સોન તલાવડી માં રહેતો શશીકાંત વસાવાએ આ કૃત્ય ને અંજામ આપ્યું છે.તે વલસાડ હોવાની બાતમી મળી હતી.જેથી તાત્કાલિક ભરૂચની પોલીસ ટીમે વલસાડ પહોંચી વલસાડ પોલીસની મદદથી આરોપી શશીકાંત નગીનભાઈ વસાવાની અટકાયત કરી હતી.
તેની પૂછપરછ કરતા મરનાર સતિષવાળંદ અને આરોપીની પત્ની યોગિતા સાથે લગ્નેત્તર સબંધ હોવાને કારણે આરોપીએ આક્રોશમાં આવીને સતીશવાળંદને મોતને ઘાટ ઉતારી દેવાનું નક્કી કરી તેને દેરોલ પાસેની સુમશાન જગ્યા પર બોલાવ્યો હતો.જ્યાં તેના પર ચપ્પુ ના ઘા ઝીકી મોત ને ઘાટ ઉતારી દીધો હોવાનું પૂછતાછ માં બહાર આવ્યું હતું.
ભરૂચ જીલ્લામાં એક જ દિવસે થયેલ બે હત્યા ના બનાવ ના ભેદ બે દિવસ માં ઉકેલી ભરૂચ પોલીસે આરોપીઓને જેલ ભેગા કર્યા છે.ત્યારે ગુનેગારો પર અંકુશ આવે તેમ ઈચ્છવુ રહ્યુ.