૩૦ લાખ નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં અંદાજીત રૂપિયા ૪૫ કરોડની રાહત
૪૦ ચોમી ક્ષેત્રફળના રહેણાંક મિલકતનો ૧૦૦% ટેક્ષ માફ
અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકાએ પ્રજાલક્ષી મોટો ર્નિણય કર્યો છે. કોરોના મહામારીના પગલે મધ્ય વર્ગ અને નબળા વર્ગના લોકોને પ્રોપર્ટી ટેક્ષમા મોટા રાહત આપતા સમાચાર આપ્યા છે. એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટે વાતચીતમા જણાવ્યુ હતુ કે, અમદાવાદ મહાનગર હદ વિસ્તારમાં આવતી ૪૦ ચોમી ક્ષેત્રફળ સુધીના રહેણાક મિલકતનો ૧૦૦ ટકા ટેક્ષ માફ કરવનો ઠરાવ કરવામાં આવ્યો છે.
જેનો અમલ ૧ જૂન ૨૦૨૧થી અમલ કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૧- ૨૨માં ૪૦ ચોમી સુધીના ક્ષેત્રફળ ધરાવતી રહેણાક મિલકતનો ટેક્ષ માફ કરાશે. આ ઠરાવ અમલ થવાથી શહેરના નબળા તથા મધ્યવર્ગના અંદાજીત ૬.૫ લાખ જેટલા રહેણાંક મિલકતોમાં આશરે ૩૦ લાખ નાગરિકોને પ્રોપર્ટી ટોળમાં અંદાજીત રૂપિયા ૪૫ કરોડની રાહત અપાશે.
વધુમાં ચેરમેન હિતેશભાઇ બારોટ જણાવ્યુ હતુ કે, ૪૦ ચો મી સુધીના ક્ષેત્રફળ ધરાવતી રહેણાકની તમામ મિલકતોનો તારીખ ૧ જૂન ૨૦૨૧ થી તારિખ ૩૧ /૦૮/૨૦૨૧ સુધીમાં પાછલી બાકી ટેક્ષની રકમ ભરપાઈ કર્યોથી તેઓને ૧૦૦ ટકા વ્યાજ માફી આપવા ઠરાવ કરેલ છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા ગૃહ , મલ્ટીપ્લેક્ષ , જિમ્નેશિયમ મિલકત ધારકોરને વર્ષ ૨૦૨૧-૨૨ મા પ્રોપર્ટી ટેક્ષમા રાહતની કરેલ જાહેરાતના અનુસંધાને શહેરની અંદાજીત ૫૫૦૦૦ જેટલી પ્રોપર્ટીઓને રૂપિયા ૪૮ કરોડ જેટલી રાહત મળશે. એક અંદાજીત એએમસી ટેક્ષ માફીના ર્નિણયથી એએમસી તિજાેરી પર આશરે ૫૦થી ૬૦ કરોડનો બોજાે પડશે. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરા પણ નબળા અને મધ્યવર્ગના લોકો માટે જાહેરાત કરી હતી.
હાલ કોરોના મહામારીના પગલે અમદાવાદની મધ્યવર્ગ અને નબળા પરિવારને મોટો ફાયદો થશે. અમદાવાદ શહેરમાં ૧૬ લાખ રહેણાક મકાન છે. જેની પાસેથી એએમસી પ્રોપર્ટી ટેક્ષ વસુલ કરે છે. જેમાંં ૧૬ લાખમાંથી ૬.૫ લાખ રહેણાક મકાનો આ ર્નિણયથી લાભ મળશે.