Western Times News

Gujarati News

AMTS ખાનગી ઓપરેટરોને બંધ રહેલ સમયગાળાનું ૩૦ ટકા પેમેન્ટ ચૂકવશે

પ્રતિકાત્મક

સંસ્થા પર રૂપિયા ૯ કરોડનું ભારણ વધશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનાથી વિવિધ પગલા લેવામાં આવ્યા છે. તેમજ અનેક સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. જેમાં જાહેર પરિવહન સેવાનો પણ સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશને એ.એમ.ટી. એસ.અને જનમાર્ગની સેવા ૧૮ માર્ચથી બંધ કરી હતી જે ૦૬ જૂનથી કરવામાં આવી છે.

આ સેવાઓ લગભગ ૮૦ દિવસ બંધ રહી હતી જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તેમ છતાં આ સંસ્થાઓ ઘ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરોને ૮૦ દિવસનું પેમેન્ટ આપવા માટે ર્નિણય કરવામાં આવ્યો છે. આને કહેવાય “ખાયા પિયા કુછ નહિ, ગ્લાસ તોડા બારહ આના”.

અમદાવાદમાં કોરોનાની બીજી લહેરની શરૂઆતથી જ એ.એમ.ટી.એસ.ની સેવા બંધ કરવામાં આવી હતી. એ.એમ.ટી.એસ.ઘ્વારા રોજ ૭૦૦ બસ રોડ પર મૂકવામાં આવતી હતી.જેમાં ૬૫૦ બસ ખાનગી કોન્ટ્રાક્ટરોની છે. આ કોન્ટ્રાક્ટરોની બસ બે મહિના કરતા વધુ સમય બંધ રહી હોવા છતાં તેમને પેમેન્ટ આપવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ ખાનગી કોન્ટ્રાક્ટરોને પ્રતિ કિલોમીટર ના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેના ૩૦ ટકા પેમેન્ટ આપવામાં આવશે. ખાનગી ઓપરેટરોના ઘ્વારા ટેન્ડરમાં ત્રણ અલગ અલગ પ્રકારના ભાવ આપવામાં આવે છે.જેમાં કેપિટલ , બળતણ અને પગાર ખર્ચ નો સમાવેશ થાય છે.

લગભગ અઢી મહિના બસો બંધ રહી હોવાથી ડીઝલ કે સી.એન.જી.ની ગણતરી કરવામાં આવી નથી. તેથી પ્રતિ કિલોમીટરના ભાવમાંથી ૩૫ ટકા બાદ કરવામાં આવ્યા છે. બાકી રહેલા ૬૫ ટકાના ૫૦ ટકા લેખે ૩૨.૫ ટકા રકમ ચુકવવાની થાય છે. પરંતુ સંસ્થાએ ૩૦ ટકા પેમેન્ટ આપવા ર્નિણય કર્યો છે. આ પેમેન્ટ ચૂકવવા માટે સંસ્થાની તિજાેરી પર ૯ કરોડ નો બોજ આવશે.

લોકડાઉન દરમ્યાન બસ બંધ રહી હોવાથી સંસ્થાએ અંદાજે રૂપિયા ૨૦ કરોડ ની આવક ગુમાવી છે. તેમ છતાં ૩૦ ટકા પેમેન્ટ ચૂકવવા સુત્રો દ્વારા જાણવા મળે છે કે, બંધ દરમ્યાન પણ પગાર ચૂકવવામાં આવ્યા છે.ટેન્ડર શરત મુજબ બળતણનું પેમેન્ટ આપવામાં આવ્યું નથી.

પરંતુ પગારની ગણતરી કરીને તે મુજબ પેમેન્ટ આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ઘ્વારા બસો બંધ રહેલ સમયગાળા દરમ્યાનની પેનલ્ટી માફ કરવામાં આવી છે.તેમજ ભવિષ્યમાં કોરોનાના કારણે જાહેર પરિવહન સેવા બંધ રહે તો ઓપરેટરોને ૩૦ ટકા પેમેન્ટ આપવામાં આવશે

જેના માટે કમિટીની મંજુરી જરૂરી રહે નહીં તેવી દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી છે . અત્રે નોંધનીય છે કે કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ ૭૬ દિવસ બસો બંધ રહી હતી. તે સમયે પણ સંસ્થા ઘ્વારા ૩૦ ટકા લેખે રૂપિયા ૮ કરોડ કોન્ટ્રાક્ટરો ને ચૂકવાયા હતા. કોરોના કહેર દરમ્યાન દર્દીઓ તેમજ નર્સિંગ સ્ટાફ માટે પણ બસ સેવા યથાવત રહી હતી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.